ગોધરા
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ ના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મયંકભાઇ દેસાઈની નિમણૂક કરવામાં આવતા પંચમહાલની ટીમમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા ગોધરા ભાજપ કમલમ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રમુખ તરીકે મંયકભાઈ દેસાઈની જાહેરાત કરાઈ હતી.સંકલનની બેઠકમાં કરસન ગોંડલીયાએ ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહી ભાજપ જીલ્લા પ્રમુખ ના નામની જાહેરાત કરાઈ હતી.ગોધરા ખાતે મળેલી ભાજપ સંકલનની બેઠકમાં પંચમહાલના સાંસદ તથા પંચમહાલ ના પ્રભારી ભરત ડાંગર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા.ભાજપ કાર્યકરોએ જીલ્લા પ્રમુખ તરીકે મંયકભાઈ દેસાઈની જાહેરાત થતા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. જીલ્લા પ્રમુખના નામને લઈને ચાલતી અનેક અટકળોનો અંત આવ્યો હતો.પુર્વ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલનુ સ્થાન હવે મંયક દેસાઈ લેશે.
મિડીયા સાથે વાતચીતમાં મંયકભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે હુ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો આભાર માનુ છુ. મને આજે જીલ્લા પ્રમુખની જવાબદારી મળી છે. ત્યારે હુ તેમનો આભાર માનુ છુ. અમે એકમેક થઈને સંગઠનની કામગીરીને આગળ વધારીશુ. અને પંચમહાલ જીલ્લાનુ નામ રોશન કરીશુ.





