28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી, ભાવૂક દ્રશ્યો સર્જાયા, ભેટ સ્વરૂપે...

અરવલ્લી: મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી, ભાવૂક દ્રશ્યો સર્જાયા, ભેટ સ્વરૂપે છોડ અપાયા

0
137

ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આ વી… મોડાસા સબજેલ ખાતે પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી જેલ પ્રશાસન દ્વારા કરાઈ હતી,, કેદીબંદીઓની બહેન મોડાસા સબજેલ ખાતે પહોંચી હતી, જ્યાં ભાઈના કાંડા પર રાખડી બાંધી, જલદીથી જેલમુક્તિ થાય, તે માટે પ્રાર્થના કરી હતી. ભાઈને રાખડી બાંધવા, મોડાસા સબજેલ ખાતે પહોંચેલી બહેનોની આંખી, આંસુઓથી ભરાઈ જતાં, લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

મોડાસા સબજેલ ખાતે દરવર્ષે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું… જેલ પ્રશાસન દ્વારા પ્રથમવાર બહેનોને છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.. પર્યાવરણનું જતન થાય અને ભાઈની યાદમાં બહેનો છોડ વાવે, તેવા આશય સાથે ફૂલછોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. મોડાસા સબજેલ દ્વારા સમયાંતરે તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેથી કેદબંદીઓમાં એક સારા વિચારોનું સિંચન થાય,,, કેદીઓ તણાવમુક્ત રહે, તેવા પ્રયાસો જેલ પ્રસાશન દ્વારા સતત કરવામાં આવતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!