34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લીમાં બુટલેગરોની કમર તોડી નાખનાર શૈફાલી બારવાલે, સુરત DCP તરીકે ચાર્જ સંભાળ્યો

અરવલ્લીમાં બુટલેગરોની કમર તોડી નાખનાર શૈફાલી બારવાલે, સુરત DCP તરીકે ચાર્જ સંભાળ્યો

0
68

અરવલ્લી જિલ્લામાં બુટલેગરોને હંફાવી દેનાર મહિલા આઈ.પી.એસ. અધિકારી શૈફાલી બારવાલે સુરત ડી.સી.પી. તરીકે ચાર્જ સંભાળી દીધો છે. થોડા દિવસે પહેલા ગૃહ વિભાગે આઈ.પી.એસ. અધિકારીની બઢતી સાથે બદલીનો આદેશ કર્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લામાં 2 વર્ષ અને 22 દિવસ જેટલો સમયગાળો પસાર કર્યો હતો, તેમજના કાર્યકાળ દરમિયાન ઘણાં ઉતાર ચઢાવ આવ્યા, જોકે અરવલ્લી જિલ્લા પોલિસના સંકલન સાથે શૈફાલી બારવાલે ક્રાઈમ રેશિયો કેમ કરીને ઘટે, તે માટે પ્રયાસો કર્યા હતા. તેઓ અરવલ્લી જિલ્લામાં ફરજ પર હતા, ત્યારે નાનામાં નાના અરજદાર અથવા તો ફરિયાદની વાત સાંભળતા હતા, ત્યારબાદ કોઈ વિભાગની ભૂલ હોય, તો ઠપકો પણ કરતા હતા.

અરવલ્લી જિલ્લામાંથી તેમણી બદલી થતાં, મોડાસાની એક ખાનગી હોટેલ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં તેમણે સૌપ્રથમ જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. શૈફાલી બારવાલનું પોલિસ વડા તૈરીકે અરવલ્લી જિલ્લામાં પ્રથમ પોસ્ટિંગ હતું, જેને લઇને તેમણે કાયદો વ્યવસ્થાને લઇને સારી કામગીરી કરી હતી. કયા અધિકારી પાસેથી કેવી રીતે કામ કઢાવવું તે, શૈફાલી બારવાલા સારી રીતે જાણતા હતા અને આમાં તેમની માસ્ટરી હતી. આવા જ અનુભવો, સ્થાનિક અધિકારીઓ વાગોળ્યા હતા. અરવલ્લી જિલ્લામાં તેમના કાર્યકાળ દરમિયાન એન.ડી.પી.એસ. ની સારી કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ ક્રાઈમની કેટલીક અનડિટેક્ટેટ ઘટનાઓને સરળતાથી અને સ્થાનિક પોલિસ તેમજ એલ.સી.બી.ના સહયોગથી ડિટેક્ટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!