અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં રખડતા પશુના આતંકનો અનેક લોકો ભોગ બની ચૂક્યા છે રોડ પર રખડતી ગાય અને ખૂંટિયાના હુમલાને પગલે કેટલાક લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે મોડાસા શહેરના મુખ્યમાર્ગો અને બાયપાસ રોડ પર ગાયોના ધણના ધણ જોવા મળી રહ્યા છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સહયોગ ચોકડી નજીક અલકાપુરી સોસાયટીના પ્રવેશ દ્વાર નજીકથી પસાર થતી પીસીઆર વાનને ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા વરસતા વરસાદમાં રોડ પર રખડતા પશુઓના ટોળાઓ વચ્ચેથી વાહન લઈને પસાર થતાં હોય ત્યારે જીવ હથેળીમાં લઈને નીકળતા હોય તેવો વાહનચાલકો અહેસાસ અનુભવી રહ્યા છે
મોડાસા શહેરના માર્ગો ગોકુળિયું નગરમાં પરિવર્તિત થયા હોય તેમ ઠેર ઠેર ગાયોના ધણ રોડ પર ટોળા વળી રખડતા અને બેસી રહેલા જોવા મળી રહ્યા છે ખૂંટિયાઓના આતંકથી શહેરીજનો અને વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે શહેરના મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં રખડતા પશુઓ ત્રાસથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે રખડતાં પશુઓને રેઢા છોડી મુકાતા પશુપાલકો સામે કાયદો વામણો સાબિત થઈ રહ્યો છે મોડાસા માલપુર રોડ પર બાયપાસ ચોકડી નજીક રખડતા પશુઓના ટોળામાં રહેલી ગાય સાથે પોલીસજીપ ભટકાતા અકસ્માત સર્જાયો હતો ગાય સાથે પીસીઆર વાન અથડાતા જીપના આગળના ભાગે સામાન્ય નુકશાન પહોંચ્યું હતું અકસ્માતના પગલે દોડી આવેલા શહેરીજનોએ શહેરમાં રખડતા પશુઓને નગરપાલિકા તંત્ર પાંજરે પુરી પશુઓને રખડતા મૂકતા પશુપાલકો સામે સખ્ત કાર્યવાહી કરેની માંગ પ્રબળ બની છે






