28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા પંચાયત પાછળથી જતાં પહેલા આયુષ્યમાન કાર્ડ ચેક કરાવી લેજો, ચાલું...

અરવલ્લી જિલ્લા પંચાયત પાછળથી જતાં પહેલા આયુષ્યમાન કાર્ડ ચેક કરાવી લેજો, ચાલું છે કે બંધ !! આવું કેમ, જરા વાંચી લેજો

0
173

સામાન્ય રીતે ક્યાંક પાણી ભરાય તો આપણે, જિલ્લા વહીવટી તંત્ર, પંચાયત કે નગર પાલિકાને રજૂઆત કરીશું. પણ જો પાણી જિલ્લા સેવા સદન પરિસરમાં આવે તો ? અહીં આવતા પાણી અંગે, કોણ-કોને રજૂઆત કરશે, તે સવાલ છે. સવારના સમયથી અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ઓફિસની પાછળના ભાગથી ક્યાંક ગૂમનામ જગ્યાએથી પાણી આવે છે, જે પાણીનો રેલો, છેક, મોડાસા પ્રાંત કચેરી સુધી પહોંચે છે.

વાત એટલે થી નથી અટકથી, વાત ત્યાં આવીને ઊભી રહે છે કે, અહીં રજૂઆત કરવી તો કોને.. એટલું જ નહીં, વળી રજૂઆત કરે તો કરે કોણ ? અહીંથી કેટલાય અધિકારી અને કર્મચારીઓ પસાર થાય છે, પણ કોઈને કાંઈ ફરક નથી પડતો. અધિકારીઓને ફરક એટલા માટે નથી પડતો, કારણ કે, અધિકારીઓ અને કર્મચારી વ્હાલસોયી ગાડીમાં પસાર થાય છે. એટલે તેમને નરીઆંખે નથી દેખાતું. અહીં આવતા લોકો કે અરજદારો વધારે પરેશાન થાય છે. કારણ કે, મોટાભાગે તેઓ ચાલીને આવે છે. અહીંથી ચાલતા, પસાર થતાં અરજદારોને પાણીના બોરામાંથી પસાર થવું પડે છે. એટલું જ નહીં, અહીં કેટલીક જગ્યાએ તો, લીલ જામી ગઈ છે, જેથી ચાલીને જવું હોય, તો આયુષ્યમાન કાર્ડ પહેલા કઢાવી લેવું પડે. કારણ કે, જો પડ્યા અને ન કરે નારાયણ અને પગ ભાગી ગયો તો.. !!! એટલું જ નહીં, આવી સ્થિતિમાં તમારૂ આયુષ્યમાન કાર્ડ કામ બંધ હોય તો !!! એટલે જ, અહીં આવતા પહેલા સરકારી હેલ્થ કાર્ડ પણ ચકાસી લેવું.

કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓનું કહેવું છે કે, પહેલા આવું પાણી નહોતું આવતું, પણ સિવિલ અને પાછળનો ભાગ ઊંચો થતાં, બધુ પાણી જિલ્લા પંચાયત અને ત્યારબાદ, જિલ્લા સેવા સદન સુધી રેલો આવે છે. હવે આમાં કોણ, કોનો વાંક કાઢે, તે, તો કહેવું મુશ્કેલ છે. હાલ, તો પ્રજાની સમસ્યા તો ઠીક, પણ અધિકારીઓની સમસ્યા ચોક્કસથી વધી હોય, તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!