29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: મોડાસા નગર પાલિકાનો હદ વિસ્તાર વધ્યો, 6 ગામના વિસ્તારનો સમાવેશ, 50...

અરવલ્લી: મોડાસા નગર પાલિકાનો હદ વિસ્તાર વધ્યો, 6 ગામના વિસ્તારનો સમાવેશ, 50 % કરતા ઓછા સ્ટાફ સાથે હિમાલય સર થશે !!

0
176

રાજ્ય સરકાર દ્વારા નવું નોટિફિકેશન બહાર પાડીને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના 6 ગામના કેટલાક વિસ્તાર નો મોડાસા નગરપાલિકા માં સમાવેશ કર્યો છે. આ અંગે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન માં મોડાસા તાલુકાની 3 ગ્રામ પંચાયત ખલીકપુર, સાયરા અને સબલપુર ગૃપ ગ્રામ પંચાયત નો સમાવશે થાય છે.

નવા નોટિફિકેશન મુજબ
ખલીકપુર ગામ રેવન્યુ સર્વે નં. 1 થી 443
(ગામતળ સાથે)
સાયરા ગામ ના રેવન્યુ સર્વે નં. 131 થી 299
પાલનપુર રેવન્યું સર્વ નં. 1 થી 434
(ગામતળ સાથે)
સબલપુર ગામ રેવન્યુ સર્વે નં. 1 થી 569
(ગામતળ સાથે)
ગણેશપુર ગામ સર્વે નં. 1 થી 298
(ગામતળ સાથે)
બાજકોટ ગામ સર્વે નં. 1 થી 359

મોડાસા નો હદ વિસ્તાર વધવાથી હવે વોર્ડ ની સંખ્યા 9 થી વધીને 11 થશે, જેમાં કોર્પોરેટર ની સંખ્યા 44 થશે. નોટિફિકેશન જાહેર થતાં જ હવે આ તમામ વિસ્તારો નગરપાલિકા હસ્તક આવી ગયા છે. આ સાથે જ મોડાસા નગર પાલિકામાં પૂરતો સ્ટાફ ન હોવાને કારણે ઘણી જ સમસ્યાઓનો પાણ સામનો કરવો પડી શકે છે. હાલ મોડાસા નગર પાલિકમાં 169 કર્મચારીઓ અને અધિકારીઓનું મહેકમ છે, જેની સામે માત્ર 73 કર્મચારીઓ જ છે. આ સાથે જ 85 જેટલા સફાઈકામદારોના મહેકમ સામે 56 કર્મચારીઓ કાર્યરત છે. સ્ટાફની અછતને કારણે કામગીરી અને વહીટમાં પડકારોનો સામનો કરવી પડી શકે છે. આ સાથે જ જે રીતે રોડના કામ સારા અને સુવ્યવસ્થિ થઈ રહ્યા છે, તેવા કામ નવા વિસ્તારમાં થશે, તો લોકોમાં કઠણ મને ખુશી વ્યક્ત થઈ શકે છે. એટલું જ નહીં હવે નવા જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના લોકોનો વેરો પણ વધશે, જેની સામે સુવિધાઓના પણ દાવા કરાયા છે.

શું ફાયદો થશે?
વીજ પુરવઠો, રોડ, સ્વચ્છ પાણીની સુવિધાઓ મળશે
ભૂગર્ભ ગટર યોજના
વરસાદી પાણીના નિકાલ માટે ગટર યોજના
નિયમિત સફાઈ, ડૉર ટૂ ડૉર કલેક્શન
સુઆયોજિત નગર રચનાના લાભો
TP સ્કિમ અંતર્ગ રસ્તા પહોળા
આયોજનબદ્ધ પ્લોટની ફાળવણી
બાગ બગીચા
એમ્ફી થીયેટર
ગ્રીમ પંચાયતોની ઓફિસમાં વોર્ડ ઓફિસ શરૂ થશે
દબાણો દૂર થશે

મોડાસા નગરપાલિકા માટે પડકારો
નગરપાલિકામાં પૂર્ણ મહેકમનો અભાવ
કર્મચારીઓ પર કામનું ભારણ
ડંપિગ સાઈટ નો અભાવ

મોડાસા નગર પાલિકાના વર્તમાન વિસ્તારમાં કેટલીય સમસ્યાઓ હોય છે, જોકે હવે હદ વિસ્તાર વધતા, સમસ્યાઓ ઓછી થશે કે, વધશે, તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે. હાલ, વિસ્તાર અને વોર્ડ વધવાથી સત્તાધિશોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ વોર્ડની રચનાઓ પણ થશે, ત્યારે કઈ રીતે સીમાંકન તૈયાર કરાશે, તેના પર સૌની નજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!