38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines વિદેશમાં વર્ક વિઝા આપવાનું કહીને ઠગાઈ, ઠગ પિતા-પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા,...

વિદેશમાં વર્ક વિઝા આપવાનું કહીને ઠગાઈ, ઠગ પિતા-પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા, પોલિસે ગુનો નોંધ્યો

0
115

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિઝા કન્સલ્ટીંગની ઓફિસ ચલાવતા સંચાલકોએ પૈસા અને પાસપોર્ટ લઈ વિઝા નહીં અપાવી ફોન અને ઓફિસ બંધ કરી દઈ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. વિઝા કન્સલ્ટીંગ ઓફિસના સંચાલક પિતા પુત્ર સહિત ત્રણ જણાં સામે ૩૯.૩૪ લાખની છેતરપિંડી ના હિંમતનગર ગ્રામ્ય પોલીસે બે ગુના નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે..

હિંમતનગર શહેરના પાણપુર વિસ્તારમાં વિઝા કન્સલ્ટીંગની ઓફિસ પિતા-પુત્રની જોડીએ સિકંદર લોઢા ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લીમીટેડ નામની ઓફિસ ખોલી હતી અને અહીં વિઝા કન્સલ્ટીંગનું કામ કરતા સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા વિરુદ્ધ બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે… પોલીસે છેતરપિંડીની નોંધેલી ફરિયાદ મુજબ સુરતના સોનું મિશ્રા અને અન્ય લોકો પાસેથી વિદેશમાં વર્ક વિઝા અપાવવાનું કહીને પૈસા પડાવ્યા હતા. જેમાં સોનુ મિશ્રા સહિતના લોકો પાસેથી ૧૮.૨૪ લાખ રુપિયા મેળવ્યા હતા તેમના પાસપોર્ટ પણ લઈ રાખ્યા હતા. જ્યારે મોડાસાના અલ્ફેજ કુશ્કીવાલા પાસેથી ૨૧.૧૦ લાખ રુપિયા મેળવ્યા હતા. આમ સોનુ એને અલ્ફેજ તેમજ તેમની સાથેનાઓના પૈસા અને પાસપોર્ટ મેળવી વિઝા અપાવ્યા નહોતા. જેને લઈ આખરે પોલીસ મથકે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ હોબાળો મચાવી રજૂઆત કરી હતી. જેને પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસે છેતરપિંડીની બે અલગ અલગ ફરિયાદો નોંધી છે અને તપાસ હાથ ધરી છે..

સોશિયલ મીડીયા થકી આરોપી સિકંદર લોઢા અને પુત્રએ રશિયા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોના વર્ક વિઝાના સપનાઓ દર્શાવતો હતો. જે દરમિયાન અનેક લોકોએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિત બહારના રાજ્યના લોકો એ સિંકદર લોઢાનો સંપર્ક સોશિયલ મિડિયા મારફતે કર્યો હતો. પરંતુ સિંકદર લોઢા અને તેમના મળતીયાઓએ પૈસા લઈને છેતરપિંડી આચરી હતી. વિઝા નહીં મળતા પૈસા અને પાસપોર્ટની ઉઘરાણી કરતા આરોપી સિકંદર લોઢા દ્વારા ધાકધમકીઓ અપાતી અને ફોન બંધ કરી દેવામાં આવતો હતો. તો વળી હવે ઓફીસ જ બંધ કરી દઈને ભૂગર્ભમાં ઉતરી જતા લોઢા એજન્સીના સંચાલકો સામે હોબાળો ભોગ બનનારાઓએ મચાવ્યો હતો અને ભોગ બનનાર ના ટોળે ટોળા પોલીસ મથકે ઉમટ્યા હતા.

શરુઆતમાં હિંમતનગર પોલીસ પિડીતોને કોઈ ગુનો બનતો નથી એમ સમજાવતી હતી, પરંતુ આખરે એ જ પોલીસે કલાકો બાદ ગુનો નોંધી આરોપી સિકંદર લોઢાની અને તેના પુત્રની ધરપકડ માટે શોધખોળ શરુ કરી છે. આખાય પ્રકરણમાં હવે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સામે પણ સવાલો થઈ રહ્યા છે કે અગાઉ શા માટે ગુનો નહીં બનતો હોવાનું સમજાવવામાં આવતું હતું એ પણ પ્રશ્ન હાલ તો ઉભો થયો છે ધીરે ધીરે ભોગ બનનાર ની પોલીસ મથકે આવી રહ્યા છે હવે તો જોવુ જ રહ્યુ કે કેટલા રૂપિયાની છેતરપીંડી પીતા-પુત્ર એ કરી છે એ તો આવનાર સમય જ બતાવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!