28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines બિહાર જેવા દ્રશ્યો અરવલ્લીમાં : જીલ્લા પંચયાત ઉપપ્રમુખના ભાઈએ ભાજપના કાર્યકરનો પીછો...

બિહાર જેવા દ્રશ્યો અરવલ્લીમાં : જીલ્લા પંચયાત ઉપપ્રમુખના ભાઈએ ભાજપના કાર્યકરનો પીછો કરી હાથપગ તોડી નાખ્યા

0
164

ભાજપના કાર્યકર બીપીન પટેલે જીલ્લા પંચયાત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ ઉર્ફે પિન્ટુ બાપુ સામે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા આક્ષેપ કરતા કરાયો હુમલો..!!
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે તો નવાઈ નહીં..!!
માલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડનો ઉલ્લેખ ન થતાં અનેક તર્કવિતર્ક

અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય તેમ અસામાજીક તત્ત્વોને ખાખીની કોઈ બીક જ રહી ના હોય તેમ સામાન્ય બાબતમાં પણ હુમલો કરી મારામારી પર ઉતરી આવતા હોવાના દ્રશ્યો સામાન્ય બન્યા છે અરવલ્લી જીલ્લા પંચયાત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ ઉર્ફે પિન્ટુ બાપુ વિકાસના કામોની ગ્રાન્ટમાં ભારે ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેક્ટર અને ડીડીઓને અનેક વખત રજૂઆત કરનાર અને સરપંચની ચૂંટણીમાં નિર્ભયસિંહ રાઠોડના પિતા સામે ઊભા રહેનાર બીપીન પટેલ પર અગાઉ બે વાર હુમલાની ઘટના બની ચૂકી છે આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં બે વાર જાણવાજોગ ફરિયાદ પણ કરી ચૂક્યા છે જોકે જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઇ ખોફ જ ન હોય તેમ મોડાસા ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહેલા બીપીન પટેલની રેકી કરી માલપુરના સુંદરપુર ગામ નજીક થાર ગાડીમાં પહોંચી નિર્ભયસિંહ રાઠોડના નાના ભાઈ પ્રિતેશસિંહ રાઠોડ અને તેના બે સાગરીતોએ લોખંડના સળિયાથી હુમલો કરી ધારિયાના ઘા ઝીંકી ફરાર થઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બીપીન પટેલને તાબડતોડ માલપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો માલપુર પોલીસે ત્રણ લોકો સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

માલપુર તાલુકાના પીપરાણા ગામના અને અરવલ્લી જિલ્લા પંચયાત ઉપપ્રમુખ નિર્ભયસિંહ બહાદુરસિંહ રાઠોડ સામે ભાજપના પાયાના કાર્યકર અને નવાગામના બીપીન પટેલે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આદરતા હોવાનો અનેક વાર આક્ષેપ કરી ચૂક્યા છે તદઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ પદ પદે પણ બીપીન પટેલે નિર્ભયસિંહના પિતા સામે ઉમેદવારી નોંધવતા રાજકીય અદાવત પણ ચરમસીમાએ પંહોચી હતી બીપીન પટેલ પર અગાઉ પણ સ્કોર્પિયો ગાડી ચડાવી દેવાની ઘટના બની હતી

મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે આવેલ ટાઉનહોલમાં શનિવાર યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં ભાગ લઈ તેમના મિત્ર સાથે ગાડીમાં ઘરે પરત ફરવા દરમિયાન સુંદરપુરા નજીક સામેથી થાર ગાડીથી ટક્કર મારી થાર ગાડીમાંથી ઉતરી પીપરાણા ગામના પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ અને ગોવિંદપુર ગામનો શિવા પાંડોર અને રમેશ પ્રતાપભાઈ પાંડોરે ચૂંટણીમાં અમારી સામે કેમ પડ્યો હતો અને ભ્રષ્ટાચારના કેમ આક્ષેપ કરે છે કહી ગંદી ગાળો ભાંડી લોખંડના સળિયા અને ધારિયાથી હુમલો કરી હાથપગ તોડી નાખ્યા હતા અને મોબાઈલ ખૂંચવી લીધો હતો બીપીન પટેલ સાથે રહેલા તેમના મિત્ર ગલબાભાઈએ બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા ત્રણે આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા દોડી આવેલા લોકો એ ઇજાગ્રસ્ત બીપીન પટેલને ઘરે લઇ જતા તેમની પત્નીએ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે માલપુર સિવિલ માં ખસેડી દીધા હતા હાલ બીપીન પટેલની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. માલપુર પોલીસે બીપીન પટેલની ફરિયાદમાં આધારે ૧)પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ(રહે,પીપરાણા) ૨)શિવાભાઈ પાંડોર અને ૩)રમેશ પ્રતાપભાઈ પાંડોર (બંને,રહે.ગોવિંદપુર) સામે બીએનએસએસ 173 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!