37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત હું તો ગઇ’તી મેળે … મન મળી ગયું એની મેળે …મેળા માં,હૈયું...

હું તો ગઇ’તી મેળે … મન મળી ગયું એની મેળે …મેળા માં,હૈયું હણાઈ ને ગયું તણાઈ જોબન ના રેલમાં, મેળા માં …મેળા માં

0
63

અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રી 2025 ના છેલ્લા નોરતે માનસી કુમાવતે વહેલી પરોઢ સુધી ખેલૈયાઓને મન મુકી ગરબે રમાડ્યા

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નવરાત્રી ની ધમાકેદાર ઉજવણી થઈ હતી જેમાં પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રી મહોત્સવ 2025 ના છેલ્લા નવમા નોરતે ગુજરાતના જાણીતા કલાકાર માનસી કુમાવતે ખેલૈયાઓને વહેલી પરોઢ સુધી ગરબા ના તાલે રમાડ્યા હતા સતત નવ દિવસ સુધી ગુજરાતના નામી કલાકારોએ રમઝટ નવરાત્રી મહોત્સવમા ખેલૈયાઓને ગરબાની મોજ કરાવી હતી. અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રી મહોત્સવ 2025ના આયોજન કમિટીના સૌ સભ્યોએ પોતાના સફળ આયોજન પાછળ કાર્યકરો, વહીવટી તંત્ર ,અરવલ્લી જિલ્લા પોલીસ પ્રસાશન સહિત ખેલૈયાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રમઝટ નવરાત્રી કમિટીના ડો ગોપાલ પટેલ રાજુભાઈ પટેલ મારુતિ જલ, આશિષભાઈ પટેલ (સાકરીયા) નિશ્ર્ચલભાઈ પટેલ, દીપેનભાઈ પટેલ, નીરુપમદાસ ,પરેશભાઈ (પીન્ટુ )પટેલ મેહુલ પટેલ (ગાબટ) સહિત કમિટીના યુવા સભ્યોએ સફળ આયોજન પાછળ કાર્યકરોની મહેનત ને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!