39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: પાવાગઢ મહાકાલી મંદિર ખાતે આઠમ નિમિત્તે હોમ હવન કાર્યક્રમ યોજાયો,જીલ્લા એસપી,કલેકટર...

પંચમહાલ: પાવાગઢ મહાકાલી મંદિર ખાતે આઠમ નિમિત્તે હોમ હવન કાર્યક્રમ યોજાયો,જીલ્લા એસપી,કલેકટર ઉપસ્થિત રહ્યા

0
52

હાલોલ,પંચમહાલ
પંચમહાલના જાણીતા યાત્રાધામ પાવાગઢ મહાકાલી મંદિર ખાતે હોમ હવન કાર્યક્રમ યોજાયો હતો.જીલ્લા પોલીસ વડા,કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મંદિર પ્રશાસનના સભ્યો શાસ્ત્રોકત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે હવન શરુ થયો હતો. અને નાળિયેર હોમીને આહુતિ આપવામા આવી હતી. આઠમ હોવાથી પણ મહાકાલી માતાજીના દર્શને ભાવિકોનુ ઘોડાપુર સવારથી ઉમટી પડ્યુ હતુ. માતાજીના દર્શન કરીન ધન્યતા અનુભવી હતી.

પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી પર્વને લઈને ગુજરાત તેમજ દેશભરમાંથી ભાવિકોનુ ઘોડાપુર ઉમટી રહ્યું છે. નવરાત્રીના નવ દિવસોમાં આઠમ પર્વનુ વિશેષ મહત્વ છે. મહાકાલી મંદિર પરિસરમા આઠમ નિમિત્તે હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન રાખવામા આવ્યુ હતુ. જેમા જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત ,જીલ્લા કલેકટર અજય દહિયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાકાલી મંદિર પરિસરમા હવન કુંડ બનાવામા આવ્યો હતો.અને ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા આઠમ નિમિત્તે હવનની શરુઆત કરવામા આવી હતી.આરતી સહિતની પુજાવિધી કરવામા આવી હતી.ત્યારબાદ નાળિયેરને હોમવામા આવ્યુ હતુ. આ પ્રસંગે પાવાગઢ મંદિર પ્રશાસન વિભાગના ટ્રસ્ટીઓ એને હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢ ખાતે સવારથી ભાવિકોએ આઠમ નિમિત્તે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને ગુજરાત સિવાય,રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામા ભાવિકો આવ્યા હતા. અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!