32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોનો હોબાળો,માર્કેટયાર્ડ ૧...

અરવલ્લી : મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોનો હોબાળો,માર્કેટયાર્ડ ૧ મહિના બંધની ચીમકી

0
105

ખેડૂતોએ વેપારીઓ દ્વારા શોષણ થતું હોવાના આક્ષેપ સાથે માર્કેટયાર્ડના સત્તાધીશો દરમિયાનગિરી કરેની માંગ કરી હતી

ગુજરાત સહિત અરવલ્લી જીલ્લામાં કુદરત રૂઠતા કમોસમી વરસાદે મગફળી સહિતના તૈયાર પાકનો સોથ વાળી નાખ્યો છે બીજીબાજુ માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોની હાલત દયનીય બની છે અરવલ્લી જીલ્લાના મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીના હરાજીમાં યોગ્ય ભાવ નહીં બોલાતાખેડૂતોએ હોબાળો કર્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા વિવાદ સર્જાયો હતો. વેપારીઓએ મગફળીનો ભાવ 1100 રૂપિયા અને તેનાથી ઓછો ભાવ પડતાં ખેડૂતો રોષ ભરાયા હતા અને હોબાળો કર્યો હતો અને એક મહિના સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા એપીએમસી માર્કેટમાં સવારના અરસામાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી મળતા ખેડૂતો લાલ ગુમ થયા હતા. મોડાસા એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતો મગફળીનો પાક લઈને વેચાણ અર્થે પહોંચ્યા હતા જોકે પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે તેઓને ભાવ આપવામાં આવે જેને લઈને ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતો પહોંચ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો એપીએમસી માર્કેટ માં હડતાલ પર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!