32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે બાજકોટ છાપરા નજીક ઇકો કારમાંથી 1.32 લાખના...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે બાજકોટ છાપરા નજીક ઇકો કારમાંથી 1.32 લાખના દારુ સાથે બુટલેગરને દબોચ્યો

0
74

અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો વિદેશી દારૂ વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઠાલવી રહ્યા છે પોલીસતંત્ર બાતમીદારો સક્રિય કરી બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવવા સતત દોડાદોડી કરી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપવામાં સફળ રહી છે મોડાસા ટાઉન પોલીસે બાજકોટ છાપરા નજીક ઇકો કારમાંથી 1.32 લાખના દારુ સહિત 2.83 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી અમદાવાદના બુટલેગર શૈલેષ બજાણિયાને દબોચી લીધો હતો

મોડાસા ટાઉન પીઆઇ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત બાતમીદારો સક્રિય કરતા ઇકો કારમાં બુટલેગરો વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહી હોવાની બાતમી મળતાં ડી સ્ટાફ બાજકોટ છાપરા નજીક ગરનાળા પાસે નાકાબંધી કરી બાતમી આધારિત ઇકો કારને અટકાવી અંદરથી બિયર અને વિદેશી દારૂની બોટલ નંગ-496/- કીં.રૂ.132480/-નો જથ્થો જપ્ત કરી શૈલેષ કાળુ બજાણિયા (રહે,કેડિલા બ્રિજ નીચે વટવા જીઆઇડીસી નજીક છાપરાં-અમદાવાદ)ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી રૂ. 2.83 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અમદાવાદના સંજય નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!