31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં SIR ને લઈને મતદારો ફરી લાઈનમાં, 2002 ની યાદીમાં નામ...

અરવલ્લી જિલ્લામાં SIR ને લઈને મતદારો ફરી લાઈનમાં, 2002 ની યાદીમાં નામ જ નથી મળતા, અધિકારીઓના ગાડીમાં માત્ર આંટાફેરા

0
100

અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલી SIR – Special Intensive Revision પ્રક્રિયાને લઈને મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ 2002માં પ્રસિદ્ધ થયેલી જૂની મતદાર યાદીનો આધાર લઈ મતદાતાઓને નવી વિગતો ફોર્મમાં ભરવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ મોટા પ્રમાણમાં મતદારોના નામ આ યાદીમાં ઉપલબ્ધ નહીં હોવાને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મોડાસા તાલુકા ચૂંટણી વિભાગની કચેરીમાં જાઓ કે, જિલ્લાની કોઈપણ પ્રકારની સમસ્યાનું સમાધાન મતદારોને મળતું ન હોવાની રાવ ઉઠવા પામી છે.

મતદારોનો સવાલ છે કે – “જ્યારે યાદીમાં નામ જ નથી, ત્યારે ફોર્મ કેવી રીતે ભરવું?”
જિલ્લા ચૂંટણી કચેરી, અરવલ્લી તથા સંબંધિત ARO કચેરીઓમાં સંપર્ક કરવા છતાં લોકોનું માર્ગદર્શન કરવામાં આવતું નથી. અધિકારીઓ તરફથી માત્ર “ફોર્મ ભરી દો” જેવી વાત કહેવામાં આવે છે, પરંતુ મૂળ સમસ્યાનો ઉકેલ નથી આપવામાં આવતો. બી.એલ.ઓ. જણાવે છે કે, તમારા પિતાનું નામ જ 2002 ની યાદીમાં જોઈએ છે, તો હવે નામ ન હોવાથી મતદારો મુશ્કેલીમાં મુકાયા છે.

પરિસ્થિતિ એવી છે કે, ચૂંટણી વિભાગના અધિકારીઓ ગાડીમાં બૂથોની મુલાકાતો કરી રહ્યા છે, બી.એલ.ઓ. દ્વારા બૂથ પર કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરે છે, જોકે લોકોને શું સમસ્યા છે, તે જાણવાનો કોઈની પાસે સમય નથી. માત્રને માત્ર બૂથ પર ફરવાથી લોકોની સમસ્યાઓ કેવી રીતે જાણી શકાશે, તે સવાલ છે. ચૂંટણી વિભાગ દ્વારા માત્ર બૂથ પર બી.એલ.ઓ. ને નિયુક્ત કર્યા છે, જોકે કોઈ વોલિન્ટિયર મુક્યા ન હોવાથી મોટી સમસ્યાઓ લોકો ભોગવી રહ્યા છે. આ સાથે જ 2002ની યાદીની સૌથી મોટી સમસ્યાનો મતદારો સામનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!