પંચમહાલ,શહેરા
આદિવાસી સમાજના મસીહા અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જંયતિ નિમિત્તે દેશભરમા આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમો આયોજીત થઈ રહ્યા છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામ ખાતે બિરસા મુંડા ઉત્સવ સમિતી પંચમહાલ દ્વારા ભગવાન બિરસા મુંડાની 150જન્મજંયતિની ઉજવણી કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવાનેતા ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજ ના અગ્રણીઓ દ્વારા તેમનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ.આદિવાસી સમાજ પર થતા અન્યાયોને લઈને વાત કરી હતી. અને આદિવાસી સમાજ એક થઈ સંગઠીત બને અને વ્યસન મુક્ત બનવાની દિશામા પહેલ કરવાની હાકલ કરી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામ બિરસા મુંડા ઉત્સવ સમિતી પંચમહાલ દ્વારા તેમની ભગવાન બિરસા મુંડા ની 150મીં જન્મ જંયતિની ઉજવણીના કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. બામરોલી ખાતે ચૈતર વસાવા આવી પહોચતા.આદિવાસી સમાજના યુવાઓ દ્વારા ઢોલ નગારાના અને નાચગાન સાથે સ્વાગત કરવામા આવ્યું હતુ.એક જ ચાલે ચૈતરભાઈ ચાલે ના સુત્રોચ્ચાર કર્યા હતા. આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામા આવ્યુ હતુ.ભગવાન બિરસા મુંડાની તસવીર સમક્ષ દિપ પ્રાગ્ટય કર્યુ હતુ. આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ આપી તેમજ ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. આદિવાસી સમાજના અધિકારોને લઈને તેમને પ્રાંસગિક પ્રવચન કર્યુ હતુ,તેમને ભગવાન બિરસા મુંડા દ્વારા આઝાદીની લડતમાં આપેલા યોગદાન અને આદિવાસી સમાજ માટે કરવામા આવેલા પ્રદાનને યાદ કર્યા હતા.
મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે શહેરા તાલુકાના બામરોલી ખાતે ભગવાન બિરસા મુડાની 150મી જન્મજંયતિની ઉજવણી કરાઈ હતી. તમામ વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા છે.ભગવાન બિરસા મુંડાના જીવન વિશેની ચર્ચા કરી છે .આદિવાસીઓ માટે સૈવિધાનિક પ્રાવધાન છે. 244ની પેટા કલમ 13 ક હેઠળ અનુસુચિ 5 લાગુ છે. 1996ના પૈસા એકટ લાગુ છે,સરકારે તેની ચુસ્ત અમલવારી કરવી જોઈએ. તેવી અમારી માંગણી છે. સાથે સાથે જે પણ લોકો વિસ્થાપિત થયા છે, નર્મદા,કરજણ,કે ઉકાઈ ડેમના તેમની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.તેમને યોગ્ય વળતર નથી મળ્યા તે મળવા જોઈએ,ખોટા જાતિના પ્રમાણપત્ર જે બિન આદિવાસી લોકોને આપવામા આવ્યા છે. અમે અનેકવાર તેની તપાસની માંગ કરીએ છે ત્યારે હજુ પણ સરકાર તેમા રસ દાખવતી નથી. ઘણા લોકો નોકરીમા ઘુસી ગયા છે. તેવા લોકોની પણ તાત્કાલિક ધોરણે તપાસ કરવામા આવે. બોગસ આદિવાસીઓને આપવામા આવેલા સર્ટિફિકેટ રદ કરવામા આવે તેવી અમારી માંગ છે. આદિવાસી પહેરવેશને ને લઈને જણાવ્યુ કે સાંસ્કૃતિક અતિક્રમણ થયુ છે. અમારા રીતરીવાજો,રુઢિપ્રથા જન્મવિધી હોય તે આખુ બદલાઈ ગયુ છે. અમારે આદિવાસી તરીકે પુરવાર કરવુ હોય તે પુરવાર નથી કરી શકતા. આદિવાસી સમાજ આવનારા દિવસોમા જાગે જે પણ ઔધોગિકરણ,વેશ્વિકરણ અનેધર્માતરણ જેવી પ્રવૃતિઓ થાય છે અને આદિવાસી ભોળા હોવાના કારણે ભોળવાઈ જાય છે. તેનાથી બચે તેમ જણાવ્યુ હતુ. આગામી આવનારી સ્થાનિક સ્વરાજની ચુટણીઓને લઈને જણાવ્યુ કે ચુટણી જાહેર થશે અને રાજકીય મિટીંગો થશે ત્યારે અમે બધા સાથે રહીને નક્કી કરીશુ. કાર્યક્રમમા મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.






