38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines દેશ ભક્તિની અનોખી મિશાલ : અરવલ્લીમાં વર-કન્યાએ શાળામાં પહેલાં ધ્વજ વંદન કર્યુ...

દેશ ભક્તિની અનોખી મિશાલ : અરવલ્લીમાં વર-કન્યાએ શાળામાં પહેલાં ધ્વજ વંદન કર્યુ પછી સાત ફેરા લીધા

0
41

મેઘરજના વાવકંપા પ્રાથમિક શાળામાં દંપતિએ લગ્નમાં મંગળ ફેરા પહેલાં ધ્વજવંદન કરી દેશભક્તિની અનોખી મિસાલ પુરી પાડી હતી
દુલ્હા-દુલ્હને લગ્ન પહેલા રાષ્ટ્રપ્રેમને મહત્ત્વ આપ્યું હતું,દુલ્હન કૃપાલી પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 77માં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વાવકંપા ગામમાં યોજાયેલ લગ્ન પહેલા દુલ્હન વરરાજા સાથે પ્રાથમિક શાળામાં પહોંચી હતી દુલ્હા-દુલ્હનનો રાષ્ટ્ર પ્રેમ જોઈ સૌ કોઇ દંગ રહી ગયા હતા અને શૈક્ષણિક સ્ટાફે દુલ્હન કૃપાલી પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો લગ્ન પહેલા લગ્ન ગીતોના બદલે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીત ગુંજી ઉઠ્યા હતા

મેઘરજ તાલુકાના વાવકંપા ગામમાં પટેલ પરિવારમાં પ્રજાસત્તાક પર્વના દિવસે માંગલિક પ્રસંગ યોજવામાં આવ્યો હતો કૃપાલી પટેલના લગ્ન લીધા હતા ઇડરથી વરરાજા વાજતે ગાજતે જાન લઇ વાવકંપા પહોચ્યા હતા દુલ્હન કૃપાલી પટેલ દુલ્હા સાથે પ્રભુતા પગલા પાડે અને મંગળફેરા ફરે તે પહેલા ધ્વજવંદન કરવાની ઇચ્છા વ્યક્ત કરતા દુલ્હાએ અને તેના પરિવારે વાત સ્વીકારતા દુલ્હા-દુલ્હન લગ્નના પોષાકમાં વાવકંપા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા દુલ્હા-દુલ્હનનો રાષ્ટ્ર પ્રેમ જોઈ શાળા પરિવાર અભિભૂત બન્યો હતો અને દુલ્હન કૃપાલી પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવતા શાળાના શિક્ષકો,બાળકો ગામના અગ્રણીઓ અને મહેમાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી લગ્ન પ્રસંગ દેશ ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો નવ દંપતિના રાષ્ટ્રપ્રેમની સમગ્ર વિસ્તાર સહિત અરવલ્લી જીલ્લાના પ્રજાજનોએ સરાહના કરી હતી

મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે જાહેર રજાના દિવસો જેવા કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ લોકો દેશના સન્માન માટે યોજાતા કાર્યક્રમોમાં હાજરી આપવાને બદલે આરામ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે નવી પેઢીમાં 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી ની સાચી સમજણ આવે તેના માટે કૃપાલી ગણપતભાઇ પટેલે હસ્ત મેળાપ પહેલા, લગ્ન વિધિ શરૂ થાય તે પહેલા રાષ્ટ્ર ગીત ગાય રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!