મોડાસા: અરવલ્લી જિલ્લાનું મોડાસા નગર શિક્ષણ ના નગર તરીકે જાણીતું છે. જોકે શહેરની શૈક્ષણિક શાળામાં વિદ્યાર્થીઓને માર-મારવાની ઘચનાઓ પણ સતત સામે આવતી હોય છે. ફરી એકવાર શહેરની એક જાણીતી શાળામાં ઉત્કૃષ્ઠ પરિણામ માટે શિક્ષકે વિદ્યાર્થીને શિસ્તના નામે માર માર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મોડાસા શહેર માં છાસવારે શાળાઓમાં બાળકો પાસે કામ કરાવવાની ઘટના અને માર મારવાની ઘટનાઓ ઘટતી હોય છે પણ આ બાબતે તંત્રને ખ્યાલ હોય છે કે નહી, તે સવાલ છે. હાલ મોડાસા ની એક શાળામાં વિદ્યાર્થીને માર માર્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહીં બાળકને માર મારતા હિંમતનગર સારવાર માટે પણ લઈ જવાયો હોવાની માહિતી સૂત્રો તરફથી મળી છે. શિક્ષકે વિદ્યાર્થીને અધમુવો કરી નાખતા ચકચાર વિદ્યાર્થીનો પરિવાર પોલીસ ફરિયાદ ન કરે તે માટે સંચાલાકે દબાણ ઉભું કર્યું હતું કે શું? પોલીસને જાણ કર્યા પછી પરિવારની ચૂપકીદી હોવાની ચર્ચાઓ શિક્ષણ બેડામાં થવા લાગી છે. આ સાથે જ શાળાના સંચાલાકે શામ દામ અને દંડની નીતિ અખત્યાર કરી, વિદ્યાર્થીને શાળામાંથી પાણીચું આપવાની ધમકી આપી હોવાની ચર્ચા ચારે કોર થવા લાગી છે. આ સમગ્ર ઘટનાને પગલે હજુ શાળા, પીડિત પરિવાર કે પોલિસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

