- અણસોલ ચેકપોસ્ટ નજીક સર્વિસ રોડ પર હાઈસ્પીડ બાઈકની અડફેટે બાઈક આવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
- હોળી ધુળેટી પર્વની રંગારંગ ઉજવણી કરવા વતન પહોંચે તે પહેલા ત્રણ યુવકોને કાળ ભરખી ગયો
- સર્વિસ રોડ પર લોહીના ખાબોચિયા અને ક્ષતી ગ્રસ્ત હાલતમાં મૃતદેહ વિખેરાયેલ જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા
અમદાવાદ-ઉદેપુર હાઇવે નં-48 જાણે હવે ‘ડેથ હાઈવે’ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પાસેના સર્વિસ રોડ પર બે બાઈક સામસામે ભટકાતા ભયાનક અકસ્માતની ઘટનામાં સાળા બનેવી સહીત ત્રણ આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયો હતા એક મહિલા અને અન્ય બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા
અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતકોના પરિવારજનો અને સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું
હોળી-ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે પોતાના વતન જઈ રહેલા ત્રણ યુવકોના અકસ્માતમાં મોત નીપજતા મૃતક યુવકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અકસ્માતમાં મૃતક આંક વધી શકે છે હોળી ધુળેટીનો રંગારંગ પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો મૃતકમાં ભિલોડા તાલુકાના ખીલોડા ગામના અને રાજસ્થાનના બીછીંવાડાના ચાલોડા ગામના યુવક અને તેના બનેવીનું મોત નીપજ્યું હતું અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
કમનસીબ મૃતકોના નામ…!!
1)જયંતીભાઈ રૂપાભાઈ ભગોરા
2)શાંતિલાલ (બંને, રહે રાજસ્થાન)
3)પ્રેમલ શૈલેષભાઈ નિનામા (ખીલોડા)
અકસ્માતમાં ઈજાગ્રસ્તના નામ..!!
1)કલ્પનાબેન (રાજસ્થાન)
2)જીમેશ અશોકભાઈ નિનામા
3)સિદ્ધરાજ નૈનેશ કટારા (બંને, રહે. ખીલોડા )



