વેનેઝુએલાના વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 1900થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રિગ્ઝે આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1,943 પર પહોંચ્યો છે, જ્યારે 10,000થી વધુ લોકો ઘાયલ થયા છે.
પરિસ્થિતિ અત્યંત ગંભીર

ભૂકંપની સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે ‘સ્ટેટ ઓફ ઇમરજન્સી’ (કટોકટી) જાહેર કરી છે. રાહત અને બચાવ કામગીરી માટે સશસ્ત્ર દળોને તૈનાત કરવામાં આવ્યા છે. વિસ્થાપિત પરિવારો માટે આશ્રયસ્થાનો ઊભા કરવામાં આવ્યા છે અને મેડિકલ ટીમો દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

ગયા બુધવારે 7.2 અને 7.5 ની તીવ્રતાના ભૂકંપ બાદ, સોમવારે સવારે ફરી એકવાર 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ લા ગુઆરા રાજ્યના દરિયાકાંઠે 10 કિમી દૂર હતું. આ આંચકાને કારણે રાજધાની કારાકાસ અને લા ગુઆરામાં લોકો ભયભીત થઈને રસ્તાઓ અને ખુલ્લા મેદાનોમાં આવી ગયા હતા. સદનસીબે, સોમવારના આ આંચકાથી કોઈ વધારાનું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.
બચાવ કામગીરી ચાલુ

વેનેઝુએલાની સરકારે લોકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોથી દૂર રહેવા અને બચાવ ટીમોને સહકાર આપવા અપીલ કરી છે. રવિવાર સુધીમાં ૭૭૪ ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ હતી અથવા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે બચાવ દળ સતત પ્રયત્નો કરી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સંભવિત સુનામીના ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષિત સ્થાનો પર ખસી જવા સૂચના આપવામાં આવી છે.


- Advertisement -spot_imgspot_img
Latest news
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here