Some Populer Post

  • Home  
  • Exclusive : અરવલ્લી : મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન પદ માટે બે જૂથમાં ભારે ખેંચમતાણ,ભાજપની સેન્સ પ્રક્રિયા
- Top News - ગુજરાત

Exclusive : અરવલ્લી : મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન પદ માટે બે જૂથમાં ભારે ખેંચમતાણ,ભાજપની સેન્સ પ્રક્રિયા

[…]

IMG 20260316 WA0456

અરવલ્લી જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ મોડાસાની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી પાંચ મહિના અગાઉ યોજાઈ હતી પરંતુ અગમ્ય કારણોસર ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી આખરે પાંચ મહિના પછી 18 માર્ચને બુધવારે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાતા ડિરેક્ટરો બે જૂથમાં વહેંચાઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે બંને જૂથ પાસે સરખા ડિરેક્ટર હોવાથી ડિરેક્ટરોને લોભ પ્રલોભાન આપવામાં આવી રહ્યા છે બીજી બાજુ ભાજપની મેન્ડેડ પ્રથા મુજબ પક્ષ દ્વારા મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથધરવામાં આવી છે મોડાસા તાલુકાના ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો હોવાની સાથે બળવો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે

મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બુધવારે યોજવાની છે ત્યારે ડિરેક્ટરોમાં ભારે દોડધામ મચી છે ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવા માટે ભાજપ સમર્પિત ડિરેકટરો બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે અને પદ પ્રાપ્ત કરવા ગાંધીનગર કમલમ કાર્યાલયથી દિલ્હી સુધી છેડા અડાડી રહ્યા છે ડિરેક્ટરોને અંદર ખાને બંને જૂથ દ્વારા લાખ્ખો રૂપિયાના પ્રલોભન આપવામાં આવી રહ્યા હોવાની સાથે એક જૂથ મેન્ડેડ ન મળે તો સંખ્યાબળના આધારે બળવો કરવાના મૂડમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી

ભાજપ મોવળી મંડળે સોમવારે મોડાસા માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે મુરતિયા પર મહોર લગાવવા સેન્સ પ્રક્રિયા લેવા માટે તૈયારીઓ આદરી છે ત્યારે સેન્સ પ્રક્રિયામાં આવનાર ભાજપના પદાધિકારીઓ પર દબાણ લાવવા અને ડિરેક્ટરોને બંને જૂથ દ્વારા તેમની તરફેણમાં રજુઆત કરવા એડીચોંટીનું જોર લગાવી દીધું છે ત્યારે આગામી 44 કલાકમાં ભાજપ શીર્ષ નેતૃત્વએ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે કોના પર વિશ્વાસ મુક્યો છે તે જોવું રસપ્રદ બની રહેશે હાલ તો મોડાસા તાલુકાના સહકારી માળખામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page