35 C
Gujarat
Thursday, July 16, 2026
Home HeadLines અરવલ્લી : SOGએ વાંટાડા ટોલપ્લાઝા નજીક ક્રેટા કારમાંથી પિસ્તોલ સાથે એકને દબોચ્યો

અરવલ્લી : SOGએ વાંટાડા ટોલપ્લાઝા નજીક ક્રેટા કારમાંથી પિસ્તોલ સાથે એકને દબોચ્યો

0
16

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રથયાત્રા પર્વ નીમીત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસતંત્રએ સમગ્ર જીલ્લામાં સઘન પેટ્રોલીંગ અને વાહનોનું ચેકીંગ હાથધર્યું છે એસઓજી પોલીસે અમદાવાદ-ઉદેપુર હાઇવે પર વાંટડા ટોલપ્લાઝા નજીક ક્રેટા કાર ચાલકને પિસ્તોલ સાથે દબોચી લીધો હતો ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપાયેલ શખ્સ અંકલેશ્વર સ્ક્રેપનો વેપારી હોવાનુ પોલીસે જણાવ્યું હતું

અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઇ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાંટાડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોની તલાસી લેતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ક્રેટા કારને અટકાવી તલાસી લેતા કારમાંથી સંતાડી રાખેલી પરવાના વગરની પિસ્તોલ, બે મેગજીન અને જીવતા 24 કારતુસ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે ક્રેટા કાર ચાલક સાજીદ અબ્દુલ કુરેશી (રહે, સાંઈ ગોલ્ડ એપાર્ટમેન્ટ, અંકલેશ્વર,મુળ રહે,મિયાર સરાય-યુપી)ને દબોચી લઇ પિસ્તોલ,મેગજીન અને કારતુસ તેમજ કાર, મોબાઈલ મળી રૂ.8. 94 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સાજીદ કુરેશીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગેરકાયદેસર પિસ્તોલના ગુન્હામાં સંડોવાયેલ હસીબ હાફિસ કુરેશી (મિયાર સરાય-યુપી) સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી મોડાસા રૂરલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!