29.7 C
Gujarat
Saturday, July 18, 2026
Home HeadLines અરવલ્લી LCBએ ભિલોડાના ભેટાલી નજીક કારમાંથી 2.59 લાખનો દારૂ ઝડપ્યો,બુટલેગર અંધારામાં ફરાર

અરવલ્લી LCBએ ભિલોડાના ભેટાલી નજીક કારમાંથી 2.59 લાખનો દારૂ ઝડપ્યો,બુટલેગર અંધારામાં ફરાર

0
37

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચે બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભેટાલી ગામ નજીક વાહનોનું ચેકિંગ હાથધરી સ્વિફ્ટ કારમાંથી 2.59 લાખના વિદેશી દારૂ સહિત 7.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અંતરિયાળ માર્ગો પરથી નાના મોટા વાહનો મારફતે બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવાની બૂમો વચ્ચે એલસીબી પોલીસે ભેટાલી ગામ નજીક વાહનોનું ચેકિંગ હાથ ધરતા શામળાજી તરફથી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલ બુટલેગર નાકાબંધી જોઈ કાર રોડ પર ઊભી રાખી અંધારામાં ફરાર થઈ ગયો હતો

એલસીબી પોલીસે સ્વિફ્ટ કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-944 કિં.રૂ.259600/-તેમજ કાર મળી કુલ.રૂ.7.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા કાર ચાલક બુટલેગર વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!