27.2 C
Gujarat
Thursday, July 23, 2026
Home HeadLines ચાંદીપુરા નો કહેર : હિંમતનગર સિવિલ માં દાખલ 15 માંથી 12 ના...

ચાંદીપુરા નો કહેર : હિંમતનગર સિવિલ માં દાખલ 15 માંથી 12 ના મોત, વાયરસની પુષ્ટિ નહીં!!!

0
17

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ યથાવત જોવા મળી રહ્યો છે. હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 15 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 12 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. જોકે તમામ કેસોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ નથી, તેમ છતાં નેગેટિવ રિપોર્ટ ધરાવતા બાળકોના મોતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારથી લઈને નેશનલ કક્ષાની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતત સતર્ક બન્યુ છે. હિંમતનગરની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 15 બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી સારવાર દરમિયાન 12 બાળકોના મોત થયા છે, એક બાળક સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે, જ્યારે હાલ બે બાળકો સારવાર હેઠળ છે. કુલ 15 દર્દીઓમાંથી ચાર બાળકોના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 11 બાળકોના રિપોર્ટ નેગેટિવ નોંધાયા છે. જેમાં એક બાળક સ્વસ્થ થતા ઘરે મોકલી અપાયુ હતુ તો અન્ય એક બાળક હાલ હિંમતનગર સિવિલ માં સારવાર હેઠળ છે… હિંમતનગર સિવિલ માં 15 બાળ દર્દીઓ રાજસ્થાન ગાંધીનગર બનાસકાંઠા અને અરવલ્લી ના સારવાર લેવા આવતા હોય છે

સાબરકાંઠા જીલ્લા ની વાત કરીએ તો અત્યાર સુધી કુલ નવ બાળકોના કેસ નોંધાયા છે, જેમાં પાંચ બાળકોના મોત થયા છે, ત્રણ બાળકો સારવાર હેઠળ છે અને ત્રણ બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ જ્યારે છ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. નેગેટિવ રિપોર્ટ હોવા છતાં બાળકોના મોતની ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લઈને જિલ્લા કક્ષાથી લઈને નેશનલ કક્ષા સુધી જાણ કરવામાં આવી છે. રાજ્ય સરકારના સંકલન બાદ નેશનલ કક્ષાની નિષ્ણાત ટીમોએ પણ તપાસ હાથ ધરી છે. સાથે જ જ્યાં જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા હતા તે તમામ વિસ્તારોમાં સ્પ્રે અને ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત નેશનલ ટીમ દ્વારા પોશીના તાલુકામાંથી સેન્ડ ફ્લાય માખીના સેમ્પલ પણ એકત્ર કરવામાં આવ્યા છે, જેના પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.

શંકાસ્પદ ચાંદીપુરાના કારણે થતા મોતને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે ત્યારે વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તો બાળકોને ખાસ કરી સાવચેત રાખવા અને લાંબી બાઈના કપડા પહેરાવીને રાખવા અને સ્વચ્છતા રાખવાની પણ ભલામણ આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!