નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર 40 સેકંડનો વધુ એક ટૂંકો વીડિયો શેર કરીને દેશના યુવાનો, ખાસ કરીને Gen Z દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે. અગાઉ શેર કરાયેલા તેમના વીડિયો પર મળેલા પ્રતિસાદ, સૂચનો અને સમર્થન બદલ તેમણે થેન્ક યુ ફ્રેન્ડ્સ કહી આભાર માન્યો હતો.
વીડિયોમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, અગાઉના સંદેશ પર મોટી સંખ્યામાં યુવાનોએ સકારાત્મક સૂચનો આપ્યા હતા અને આ પ્રતિસાદથી તેમના અને યુવાનો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. તેમણે ભવિષ્યમાં પણ આવો જ સંવાદ જાળવી રાખવાની વાત કરી હતી.
View this post on Instagram
આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દાને લઈને દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એક દિવસ પહેલાં પ્રધાનમંત્રીએ પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવવા અને પેપર લીક સામે કડક પગલાં અંગે વીડિયો સંદેશ આપ્યો હતો, જેને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. સરકારને હવે ખ્યાલ આવી ગયો કે, દેશનો યુવા ઈન્સ્ટાગ્રામ પર સક્રિય છે, ત્યારે મેઈન સ્ટ્રીમ મીડિયા પર જાહેર સંદેશ આપવા કરતા પીએમ મોદીએ રાત્રીના સમયે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો હતો. જોકે હવે યુવાનો તેમજ સીજેપી શું સ્ટેન્ડ લે છે, તે સમય બતાવશે.






