29.3 C
Gujarat
Tuesday, November 24, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : LCBએ મોડાસામાં મકાનમાંથી કેબલ વાયર અને મશીન ચોરી કરનાર બેને...

અરવલ્લી : LCBએ મોડાસામાં મકાનમાંથી કેબલ વાયર અને મશીન ચોરી કરનાર બેને ઝડપ્યા 

0

 

 

 

અરવલ્લી LCB પોલીસે મોડાસાના માલપુર રોડ પર આવેલી ફોરમ સ્વર્ણિમ રેસિડેન્સીમાં બાંધકામ હેઠળના મકાનમાંથી કેબલ વાયર અને મશીનોની ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે

 

 

LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની આગેવાની હેઠળની ટીમને બાતમી મળી હતી કે ચોરીના સામાન સાથે બે શખ્સો મોડાસા સિવિલ હોસ્પિટલ પાસેના પુલ ઉપર ઊભા છે. પોલીસે સ્થળ પરથી રિયાજખાન સલીમખાન પઠાણ અને મોહમદફરદીન મોહમદરફીક દિવાનને ઝડપી પાડ્યા હતા.

 

 

પોલીસે બંને પાસેથી આશરે 4 કિલો કોપર વાયર, ટાઇલ્સ કટીંગ મશીન નંગ-3, ગ્રાઈન્ડર મશીન નંગ-1 અને મોબાઈલ ફોન નંગ-1 સહિત કુલ રૂ.26,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં નદીમ નામના અન્ય એક શખ્સની પણ સંડોવણી સામે આવી છે, જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે.

આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો. એલ.સી.બી. પોલીસે બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોડાસા ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!