28.2 C
Gujarat
Monday, August 10, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : LCBએ નાપડા જાગીર ગામ નજીક કારમાંથી 5.30 લાખનો દારૂ ઝડપ્યો,...

અરવલ્લી : LCBએ નાપડા જાગીર ગામ નજીક કારમાંથી 5.30 લાખનો દારૂ ઝડપ્યો, બુટલેગર ફરાર

0
11

અરવલ્લી જીલ્લા એસપી મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે જીલ્લા એલસીબી પોલીસે વધુ એક વાર કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી શામળાજી નજીક આવેલ નાપાડા જાગીર ગામની સીમમાંથી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ સહીત 10.30 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી આશ્રમ ચોકડી નજીક વાહનોના ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી સ્વીફ્ટ કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે ખાનગી વાહનમાં કારનો પીછો કરતા બુટલેગરો હાંફી ગયા હતા

નાપાડા જાગીર ગામની સીમમાં રોડ સાઈડ બીન વારસી હાલતમાં કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-1509 કિં.રૂ.530135 અને કાર મળી કુલ. રૂ.10.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!