28.2 C
Gujarat
Monday, August 10, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : બાયડ 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવાઈ, માતા અને બાળક સ્વસ્થ

અરવલ્લી : બાયડ 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવાઈ, માતા અને બાળક સ્વસ્થ

0
6

બાયડ તાલુકાના હમીરીયા ગામે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો. EMTની કુશળતા અને તબીબની ટેલિફોનિક સલાહથી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

10 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે 1:44 વાગ્યે હમીરીયા ગામમાંથી 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો. કોલમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હોવાનું જણાવાતા નજીકની બાયડ 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

બાયડ 108 એમ્બ્યુલન્સમાં ફરજ પર રહેલા EMT હિતેન્દ્રભાઈ પંચાલ અને પાઇલોટ તખતસિંહ તાત્કાલિક હમીરીયા ગામ તરફ રવાના થયા હતા. એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચતા મહિલાની પ્રસૂતિની પીડા ખૂબ જ વધી ગઈ હોવાનું જણાયું હતું. પરિસ્થિતિને જોતા મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવાને બદલે ઘરે જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.

EMT હિતેન્દ્રભાઈ પંચાલે પોતાની આવડત અને અનુભવના આધારે તબીબ ડૉ. મંથન સરની ટેલિફોનિક સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી.

પ્રસૂતિ દરમિયાન બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવાનું પણ જણાયું હતું, જેના કારણે આ કેસને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે ગણવામાં આવ્યો હતો. મહિલાનું હિમોગ્લોબિન પણ 7 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. સફળ પ્રસૂતિ બાદ બાળકનું વજન 2.7 કિલોગ્રામ નોંધાયું હતું.

ડિલિવરી બાદ માતા અને બાળકને જરૂરી સારવાર તથા ઇન્જેક્શન આપી વધુ સારવાર માટે લાઇફ કેર હોસ્પિટલ, બાયડ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કામગીરી દરમિયાન સમયસર પહોંચીને EMT હિતેન્દ્રભાઈ પંચાલ, પાઇલોટ તખતસિંહ અને 108ની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ દર્દીના પરિવારજનો તેમજ તબીબે 108 સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!