ભાવનગર લઠ્ઠાકાંડથી પોલીસ અને સરકારના માથે માછલાં ધોવાયા છે અરવલ્લી જીલ્લા પોલીસ લઠ્ઠાકાંડ પછી સતર્ક બની રાજસ્થાન રાજ્યને જોડતી આંતરરાજ્ય અને જીલ્લા સરહદો પર સઘન નાકાબંધી અને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે રાજ્યભરમાં એલર્ટ વચ્ચે દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેપલાને અટકાવવા પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ અને ઠેર ઠેર કોમ્બિંગની કાર્યવાહી હાથધરી છે
ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના પછી અરવલ્લી પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાતમાં દારૂ પ્રવેશતો અટકાવવા માટે રાજસ્થાન રાજ્યને અડીને આવેલી બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે તેમજ મેઘરજના કાલીયાકુવાથી લઈને ભિલોડાની ઝાંઝરી સુધીની તમામ સરહદો પર અને મહીસાગર જીલ્લાને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકિંગ હાથધરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે ભાવનગર લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો ભૂગર્ભ માં ઉતરી ગયા છે
અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને આરઆરસેલ ની ટીમે ધામા નાખ્યા છે બંને એજન્સીઓ ખાનગી વાહનોમાં શામળાજી, બાયડ અને ભિલોડા પંથકમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી






