અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરનો આજીવન કારાવાસનો આરોપી પેરોલ ફર્લો જમ્પ કરી દોઢ વર્ષથી ફરાર થઈ જતા જીલ્લા પેરોલ ફર્લો ટીમે આરોપીને જૂનાગઢ નજીક રામપરા ગામમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી પેરોલ ફર્લો ટીમે કોર્ટમાંથી જામીન મળ્યા પછી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી છે સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારી તળાવ નજીક પાંચ વર્ષ અગાઉ જૂનાગઢ જીલ્લાના મેવાસા ગામનો સુરેશ રાઘવ મેર તેની પ્રેમિકા અને પુત્રને રિક્ષામાં લઈ આવી અન્ય એક શખ્સની મદદથી ઘરેણાં અને પૈસાની લાલચમાં પ્રેમિકા અને પુત્રનું ગળું દબાવી મારી નાખી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી પોલીસે ડબલ મર્ડર ગુન્હા ના આરોપી સુરેશ રાઘવ મેરને દબોચી જેલમાં ધકેલી દીધો હતો કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી દોઢ વર્ષ અગાઉ આરોપીને ૧૦ દિવસના વચગાળાના જામીન મળતા સુરેશ મેર જામીન પુરા થતા પેરોલ ફર્લો જમ્પ કરી ફરાર થઈ ગયો હતો
અરવલ્લી પેરોલ ફર્લો ટીમને સુરેશ મેર જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપુરા ગામમાં રહેતો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ તાબડતોડ રામપુરા ગામમાં પહોંચી સુરેશ મેર (મૂળ,રહે.મેવાસા જૂનાગઢ)ને દબોચી લઈ જેલમાં ધકેલી દીધો હતો





