34.7 C
Gujarat
Wednesday, September 2, 2026
Home HeadLines શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પસંદગીમાં શિક્ષણ વિભાગે કુલડીમાં ગોળ ભાંગ્યો : કલેક્ટરે અયોગ્ય...

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પસંદગીમાં શિક્ષણ વિભાગે કુલડીમાં ગોળ ભાંગ્યો : કલેક્ટરે અયોગ્ય પસંદગી રદ કરી

0

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી અંગેની તપાસ સમિતિનો અહેવાલ રજૂ : અયોગ્ય પસંદગી રદ કરી લાયક ઉમેદવારોના નામની ભલામણ

અરવલ્લી જીલ્લા કલેકટર મિલિન્દ બાપાનાએ
ભવિષ્યમાં પારદર્શિતા અને નિયમબદ્ધતા જળવાઈ રહે તે માટે SOP તૈયાર કરવા તંત્રને સૂચના

અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૬ માટેના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી પ્રક્રિયા અંગે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ, અરવલ્લી દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા સમગ્ર મામલે તટસ્થ અને નિયમોનુસાર તપાસ કરવા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

કલેક્ટરની સૂચના મુજબ રચાયેલી તપાસ સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી પ્રક્રિયા, ઉમેદવારોની લાયકાત, શૈક્ષણિક અનુભવ તેમજ લાગુ પડતા નિયમો અને માર્ગદર્શિકાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ કરી સમિતિ દ્વારા તેનો અહેવાલ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.તપાસ સમિતિના અહેવાલના આધારે નિયમો અને નિર્ધારિત માપદંડોને અનુરૂપ ન હોય તેવી પસંદગી રદ કરવામાં આવી છે. જ્યારે પારિતોષિક માટેની નિર્ધારિત લાયકાત અને માપદંડોને પૂર્ણ કરતા પાત્ર અને લાયક ઉમેદવારોના નામની ભલામણ કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને નિયમબદ્ધતા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે હાથ ધરાય તે માટે SOPતૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ SOPના અમલથી આગામી સમયમાં પસંદગી પ્રક્રિયામાં સ્પષ્ટતા, જવાબદારી અને પારદર્શિતા વધુ સુનિશ્ચિત થઈ શકશે.

આ ઉપરાંત, સમગ્ર મામલામાં સંકળાયેલા સંબંધિત વ્યક્તિઓના નામ અંગેનો અહેવાલ પણ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે, જેથી ઉચ્ચ સત્તાધિકારી કક્ષાએથી નિયમોનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું પાલન, પારદર્શિતા અને પાત્ર ઉમેદવારોને ન્યાય મળે તે બાબતોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!