32.2 C
Gujarat
Wednesday, September 16, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી :મેઘરજના રેલ્લાવાડા પંથકમાં હડકાયા કુતરાએ 11 લોકોને બચકા ભરતા ભયનો માહોલ

અરવલ્લી :મેઘરજના રેલ્લાવાડા પંથકમાં હડકાયા કુતરાએ 11 લોકોને બચકા ભરતા ભયનો માહોલ

0

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા,ગેડ સહીત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા કૂતરાનો આતંક, 11લોકોને ભર્યા બચકાં – મોટાભાગે મોઢાના ભાગે હડકાયા કૂતરાનો હુમલો 

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો છે. ગેડ અને રેલ્લાવાડા ગામમાં એક જ દિવસમાં હડકાયા કૂતરાએ આશરે 11 જેટલા લોકોને કરડતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે હડકાયા કુતરાના આતંકનો ભોગ બનેલ દર્દીઓએ રસી અને સારવાર માટે દોડાદોડ કરી મૂકી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર હડકવાનો ભોગ બનેલ કૂતરું લોકોના મોઢાના ભાગે હુમલો કરી રહ્યું છે 11 લોકોમાંથી મોટાભાગના લોકોને કુતરાએ મોઢાના ભાગે બચકા ભરી લોહીલુહાણ કરી મુક્યા છે અચાનક બનેલી આ ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. કૂતરાના હુમલાનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 3થી 4 જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે મોડાસા રિફર કરાયા હોવાની પ્રાથમિક માહિતી છે.એક જ દિવસમાં મોટી સંખ્યામાં લોકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. હડકાયા કૂતરાને ઝડપી પાડવા તેમજ અન્ય લોકોને તેના હુમલાથી બચાવવા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!