26.2 C
Gujarat
Monday, September 14, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસા જેસીસ મિલ કમિટી સભ્યોએ નવનીત પરીખનું અભિવાદન કર્યું

અરવલ્લી : મોડાસા જેસીસ મિલ કમિટી સભ્યોએ નવનીત પરીખનું અભિવાદન કર્યું

0

મોડાસા શહેરમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર અને ડેરી પ્રોડક્ટ નું વિતરણ કરતી જેસીસ મિલ્ક કમિટીમાં વર્ષોથી ચેરમેન તરીકે સેવા આપનાર અને જેસીસ મિલ્ક કમિટીને સફળતાના સોપાન પ્રાપ્ત કરવામાં તન મન અને ધનથી મહેનત કરનાર તેમજ શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ સહિત વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં નિઃસ્વાર્થ સેવા આપનાર નવનીતભાઈ પરીખની શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ કેળવણી મંડળ તથા ઉત્કર્ષ મંડળમાં ટ્રસ્ટી તરીકે વરણી થતાં જેસીસ મિલ કમિટીના ટ્રસ્ટી નિલેશ જોશી ઉપપ્રમુખ વિનોદ પટેલ મંત્રી મુકુંદ શાહ સહિત સભ્યોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમની વર્ષોની સેવાભાવના અને સામાજિક યોગદાનને બિરદાવતાં સભ્યોએ તેમના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત સમાજસેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!