34.2 C
Gujarat
Saturday, October 3, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : 174  મુસાફરોના જીવનની રક્ષા કરનાર પાયલોટ સ્મિત મચ્છરેના શીઘ્ર સ્વાસ્થ્યલાભ...

અરવલ્લી : 174  મુસાફરોના જીવનની રક્ષા કરનાર પાયલોટ સ્મિત મચ્છરેના શીઘ્ર સ્વાસ્થ્યલાભ માટે શામળાજી મંદિરમાં વિશેષ પ્રાર્થના

0

કેપ્ટન સ્મિત મચ્છરેની બહાદુરી અને નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ આજે સમગ્ર દેશમાં ગૌરવની લાગણી જગાવી રહ્યું છે. વિમાન ઉડ્ડયન દરમિયાન સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં કેપ્ટન તરીકે તેમણે અદ્ભુત સાહસ, ધૈર્ય અને કર્તવ્યનિષ્ઠાનું પ્રદર્શન કર્યું હતું. પોતાને ગંભીર ઈજાઓ થઈ હોવા છતાં તેમણે અડગ રહીને ૧૭૪ મુસાફરોના જીવનની રક્ષા માટે ફરજ નિભાવી હતી.કેપ્ટન સ્મિત મચ્છરેની આ હિંમત માત્ર વ્યક્તિગત બહાદુરીનું ઉદાહરણ માનવતા, કર્તવ્યપ્રતિબદ્ધતા અને વ્યવસાયિક જવાબદારીનું ઉત્તમ દ્રષ્ટાંત છે.

 

ગુજરાતના  પુત્રની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠાથી ગુજરાત સહિત સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. તેમની હિંમત અને સ્થિરતા યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ બની છે.કપ્ટન સ્મિત મચ્છરેના શીઘ્ર સ્વાસ્થ્યલાભ માટે ભગવાન શામળિયાના અનેક ભક્તો દ્વારા આજે શામળાજી મંદિરમાં વિશેષ પ્રાર્થના અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો આ પ્રાર્થનામાં જોડાયા હતા. વેદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શામળિયાને પ્રાર્થના કરી કે કેપ્ટન સ્મિત મચ્છરેને જલ્દીથી સંપૂર્ણ સ્વાસ્થ્યલાભ પ્રાપ્ત થાય અને તેઓ નિરોગી તથા દીર્ઘાયુ જીવન જીવે.આ પ્રસંગે ભક્તોમાં ભાવનાત્મક અને શ્રદ્ધાસભર વાતાવરણ જોવા મળ્યું હતું. સૌએ એકસાથે પ્રાર્થના કરી કે ભગવાન શામળિયાની અસીમ કૃપાથી કેપ્ટન સ્મિત મચ્છરે જલ્દી સ્વસ્થ થઈ પોતાના પરિવાર અને સ્વજનો વચ્ચે પરત ફરે.

કેપ્ટન સ્મિત મચ્છરેની બહાદુરી, સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાને સાદર વંદન સાથે તેમના પરિવારને પણ આ કપરા સમયમાં સાહસ, શક્તિ અને સહનશક્તિ મળે તેવી ભગવાન શામળિયાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!