35.1 C
Gujarat
Saturday, October 3, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી : શામળાજી ખાતે નવી વંદે ભારત એક્સપ્રેસનું સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં...

અરવલ્લી : શામળાજી ખાતે નવી વંદે ભારત એક્સપ્રેસનું સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં સ્વાગત 

0

અરવલ્લી જિલ્લામાં સુરત–ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસના નવા રેલ જોડાણને આવકારાયું

 

અરવલ્લી જિલ્લાના શામળાજી રેલવે સ્ટેશન ખાતે સુરત–ઉદયપુર નવી વંદે ભારત એક્સપ્રેસના આગમન પ્રસંગે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાબરકાંઠા -અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહી વંદે ભારત એક્સપ્રેસનું સ્વાગત કર્યું હતું.

શામળાજી રેલવે સ્ટેશન ખાતે નવી વંદે ભારત એક્સપ્રેસના સ્વાગત પ્રસંગે સ્થાનિક આગેવાનો, રેલવે વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી વંદે ભારત ટ્રેન સેવા શરૂ થતાં અરવલ્લી જિલ્લાના શામળાજી સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચેની રેલ કનેક્ટિવિટીને વધુ વેગ મળવાની સાથે પ્રવાસન અને ધાર્મિક પ્રવાસને પણ પ્રોત્સાહન મળશે.

આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ નવી રેલ સેવા માટે આનંદ વ્યક્ત કરી ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. શામળાજી ખાતે વંદે ભારત એક્સપ્રેસના આગમનને સ્થાનિક નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યું હતું.ત્યારબાદ શોભનાબેન બારૈયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે દર્શન કરી ધજા ચડાવી હતી. નવા રેલ જોડાણથી શામળાજી યાત્રાધામના પ્રવાસન અને યાત્રાળુઓની સુવિધામાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!