35.4 C
Gujarat
Saturday, October 10, 2026
Home HeadLines અરવલ્લી : નવરાત્રી પર્વમાં વાજિંત્રો અને તબલાના નિર્માણ અને સમારકામ કરતા ડબગર...

અરવલ્લી : નવરાત્રી પર્વમાં વાજિંત્રો અને તબલાના નિર્માણ અને સમારકામ કરતા ડબગર સમાજ અસ્તિત્વનો સવાલ

0

 

 

અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પર્વમાં ડી.જે અને આધુનિક વાંજીત્રો ના તાલે નવરાત્રી મહોત્સવના આયોજકો અને ગ્રામ્ય વિસ્તારના યુવક મંડળો દ્વારા નવરાત્રીનું આયોજન થતું હોવાથી અને પરંપરાગત ગરબી લુપ્ત પ્રાય અવસ્થામાં હોવાથી નવરાત્રી પર્વે તબલા બનાવી આપવાનું તેમજ રીપેર કરવાનું કામ કરતા અરવલ્લી જિલ્લાના ડબગરોની આજે રોજી રોટી છીનવાઈ જતા કારીગરો બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે તદ્દઉપરાંત ડબગર સમાજદ્વારા વંશપરંપરાગત ધંધા રોજગારનો અસ્તિત્વનો સવાલ પેદા થતા અન્ય ધંધા રોજગાર તરફ મીટ માંડી છે.

એક જમાનામાં નવરાત્રી ના એક મહિના પહેલાથી તબલા પેટીના સાધનો ખરીદવા ઓર્ડરો નોંધાવવામાં આવતા હતા અને મહિના સુધી રાત દિવસ તબલા બનાવવામાં કલાકારો અને તેમના પરિવારજનો વ્યસ્ત રહેતા હતા આ કલાકારો આજે ડીજે અને આધુનિક વાજિંત્રો ના અવાજમાં તબલાનો અવાજ દબાઈ જતા કારીગરોની હાલત દયનિય બની છે એક સમયમાં મોડાસાના ડબગર વાડા માં જિલ્લાના પ્રજાજનો નવરાત્રી સમયે તબલા અને પરંપરાગત વાજિંત્રો ખરીદવા અને સમારકામ કરાવવા કલાકોના કલાકો બેસી રહેવું પડતું હતું અને આખી રાત્રી દરમિયાન દિવાળી જેવો માહોલ પેદા થતો હતો લોકો ની અવરજવર વચ્ચે ડબગરવાડા માં ભારે ભીડ જોવા મળતી હતી પરંતુ થોડાક વર્ષો થી લોક પરંપરાગત લોક સંગીત અને ભજનો નું સ્થાન ડીજે અને ફિલ્મી ગીતો અને આધુનિક વાજીંત્રોએ લેતા ડબગરવાડા માં વાજિંત્રો નિર્માણ કરવાનો અને સમારકામ કરવાનો વ્યવસાય મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યો છે ધંધામાં અવાક બંધ થતા ડબગર સમાજના યુવાનો અને લોકો પરિવારનું જીવનનિર્વાહ ચલાવવા અન્ય ધંધા રોજગાર તરફ મીટ માંડી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!