32.7 C
Gujarat
Saturday, October 10, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : ભિલોડામાં શિક્ષિત બેરોજગારોની વિશાળ રેલી, ૨ લાખથી વધુ સરકારી નોકરીની...

અરવલ્લી : ભિલોડામાં શિક્ષિત બેરોજગારોની વિશાળ રેલી, ૨ લાખથી વધુ સરકારી નોકરીની ખાલી જગ્યાઓ ભરવા ઉગ્ર માંગ

0

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ‘શિક્ષિત બેરોજગાર હિત રક્ષક સમિતિ’ના સામાજિક આગેવાનો અને વિવિધ સમાજના યુવાનોની આગેવાની હેઠળ વિશાળ રેલી યોજાઈ હતી.ગુજરાત રાજય સરકારના વિવિધ વિભાગોમાં બે લાખ કરતાં વધુ ખાલી જગ્યાઓ ખાલી હોવાનો દાવો કરી આંદોલનકારીઓએ મામલતદાર કચેરી, ભિલોડામાં મામલતદાર નરેન્દ્રસિંહ રાવને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં ગુજરાત રાજયના વિવિધ વિભાગો જેવા કે, વિધાનસભા સત્રમાં જાહેર થયેલી જગ્યાઓ, મેડિકલ ઓફિસર, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક મેડિકલ ઓફિસર, પંચાયત વિભાગ, પ્રાથમિક અને માધ્યમિક શક્ષકો તેમજ યુનિવર્સિટીઓમાં મળીને કુલ. ૨,૮૫,૯૮૩ જગ્યાઓ ખાલી હોવાનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે.સામાજિક આગેવાનોએ જણાવ્યું કે, ગુજરાત રાજયના લાખો યુવાનો ૩૫ વર્ષની વય વટાવી ગયા હોવા છતાં યોગ્ય રોજગારી ન મળવાને કારણે લગ્ન વગર ઓઢા બેસવા મજબૂર બન્યા છે, જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજય સરકારની છે.શિક્ષિત યુવાનો દ્વારા “નોકરી નહીં તો વોટ નહીં!” ના સૂત્રો સાથે ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

આ અંગે શિક્ષિત બેરોજગાર હિત રક્ષક સમિતિ, સામાજિક આગેવાનો દિલીપભાઈ અસારી, ભરતભાઈ પારગી, કોદરભાઈ ડામોર, મહેશભાઈ પરમાર, અજયભાઈ ભગોરા, આશાબેન નિનામા, બચુભાઈ પાંડવ સહિત દુર્ગેશકુમાર કટારા દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો ગુજરાત રાજય સરકાર દ્વારા આગામી તા. ૨૮/૧૦/૨૦૨૬ સુધીમાં યોગ્ય રીતે ન્યાયિક પગલા નહીં ભરવામાં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!