31.6 C
Gujarat
Monday, October 19, 2026
Home HeadLines અરવલ્લી : લાયન્સ ક્લબ ઓફ મોડાસા ટીમે નવરાત્રી મહોત્સવ સંચાલકોને મોમેન્ટોથી સન્માનિત...

અરવલ્લી : લાયન્સ ક્લબ ઓફ મોડાસા ટીમે નવરાત્રી મહોત્સવ સંચાલકોને મોમેન્ટોથી સન્માનિત કર્યા

0

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં વિવિધ સેવાકીય કર્યોમાં અગ્રેસર રહેનાર લાયન્સ ક્લબ ઓફ મોડાસાએ શહેરમાં આયોજીત પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવનુ આયોજન કરનાર સંચાલકોને પ્રોત્સાહિત કરવા માટે મુલાકાત કરી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા

મોડાસા શહેરની શેરી નવરાત્રી અને ગરબા ગ્રાઉન્ડમાં યોજાતી નવરાત્રી પર્વની મુલાકાત લાયન્સ ક્લબ ઓફ મોડાસાની ટીમે કરી વર્ષોથી બાળકો માટે યોજાતી ખીલખીલાટ નવરાત્રી,જલદર્શન સોસાયટી,ભાવસાર વાડા, કુંભારવાડા, રામપર્ક, ઉત્સવવેલી, કલ્યાણચોક જેવી મોડાસાની નાની મોટી નવરાત્રી મહોત્સવની મુલાકાત કરી નવરાત્રી પર્વમાં માં જગદંબાની આરાધનાનુ કરવા માટે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેનો મુખ્ય હેતુ વર્ષોથી ચાલતા શેરી ગરબાની પરંપરા યથાવત ચાલુ રહે તે છે.જેમાં લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ પંકજ પ્રજાપતિ, મંત્રી પરેશ શાહ લાયન્સ હોદ્દેદાર પ્રવીણ ચૌહાણ , નિરવ ચૌહાણ , મનોજ ઉપાધ્યાય , રામ પટેલ , કનુ પટેલ, સુરેશ પટેલ,પ્રવીણભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા ગરબા મંડળ સંચાલકોએ લાયન્સ ક્લબની સરહાના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!