બેફામ ડમ્પર ચાલકે પોલીસ અને આરટીઓને પડકાર ફેંક્યો રોક શકો તો રોક લો
આંખના પલકારાની માફક વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન અકસ્માતની ઘટનાનો ભોગ બનતા રહી ગઈ
પોલીસ સવારે ૭ :૧૫ વાગ્યાની આસપાસના નેત્રમ કેમેરા ચેક કરી ડમ્પર ચાલક અને માલિક સામે કાર્યવાહી કરશે કે નહીં…!!
ડમ્પરની બેફામ સ્પીડથી મેઘરજ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ હેબતાઈ ગયા
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ભારવાહક વાહનચાલકો શહેરના માર્ગો પરથી પસાર થતા જોવા મળે છે મોડાસા શહેરમાં ખનીજ વહન કરતાં ડમ્પરો બેફામ ગતિએ પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ફફડાટ વાપ્યો છે પોલીસતંત્ર નેત્રમ કેમેરાની મદદથી ટ્રાફિકના નિયમનો ઉલાળીયો કરતાં ડમ્પર ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરી કાબુમાં રાખેની માંગ ઉઠી છે
મોડાસા શહેરના મેઘરજ રોડ પર બુધવારે સવારે 7 :10 થી 7:15 વાગ્યાંની વચ્ચે એક હાઈસ્પીડ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર હંકારી સમગ્ર રોડને બાનમાં લીધો હતો રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોની જીંદગી જોખમમાં મૂકી ખોટી રીતે ઓવરટેક કરી રોડ સાઈડ હંકારતા ધૂળની ડમરીઓના ગોટેગોટા રોડ પર ફરી વળ્યા હતા બેફામ સ્પીડ અને હૉર્નના અવાજ સાથે આતંક મચાવનાર ડમ્પરથી વાહન ચાલકો અને રાહદારીઓ રીતસરના ફફડી ઉઠ્યા હતા મેઘરજ રોડની રહેણાંક સોસાયટીમાંથી વિદ્યાર્થીઓ ભરી પસાર થતી સ્કૂલવાન આંખના પલકારાની માફક અકસ્માતનો ભોગ બનતા રહી ગઈ હતી મોડાસા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ શહેરના મેઘરજ રોડ પર લાગેલા નેત્રમના સીસીટીવી કેમેરા ચેક કરી રોડ પર આતંક મચાવનાર ડમ્પર ચાલકને કાયદાનો પાઠ ભણાવેની લોક માંગ પ્રબળ બની છે
(નોંધ : પ્રતિકારત્મક તસ્વીર)





