26.4 C
Gujarat
Tuesday, October 20, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી: બુલેટમાં મોડીફાઈડ સાઇલન્સર લગાવી ફટાકડા ફોડી આતંક સર્જનાર 8 બુલેટ મોડાસા...

અરવલ્લી: બુલેટમાં મોડીફાઈડ સાઇલન્સર લગાવી ફટાકડા ફોડી આતંક સર્જનાર 8 બુલેટ મોડાસા ટાઉન પોલીસે ઝડપ્યા

0
Screenshot

મોડાસા શહેરમાં ૧૦૦ જેટલા બુલેટ મોડિફાઈડ સાઇલેન્સર 

સાથે હાઈસ્પીડ હંકારી ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે..!!

 

મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં બુલેટમાં મોડિફાઈડ સાઇલન્સર કરાવવાની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. મોડાસા શહેરના મુખ્ય માર્ગો પર ભારે અને કાન ફાડી નાખે એવો અવાજ કરતા વાહનો સાથે કેટલાક યુવકો રોમિયોગીરી કરતા હોવાની ફરિયાદો વધી રહી છે નવરાત્રી પર્વમાં બુલેટ ફુલસ્પીડે હંકારી મોડિફાઈડ સાઇલેન્સર માંથી કાન ફાડી નાખે તેવા ફટાકડાનો અવાજ કરી ભયનો માહોલ સર્જનાર 8 બુલેટ ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી મોડાસા ટાઉન પોલીસે હાથધરી જપ્ત કરતા બુલેટ ચાલકોમાં ફફડાટ ફેલાયો છે

અરવલ્લી જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પોલીસ ને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કડક પગલાં લેવા આદેશ આપતા મોડાસા ટાઉન પોલીસે નવરાત્રી મહોત્સવને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે વિશેષ સુરક્ષા અભિયાન હાથધરી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને ઠેર ઠેર ચેકપોઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા રોડ પરથી બેફામ સ્પીડ સાથે મોડિફાઈડ સાઈલન્સર લગાવી ધડાકાભેર ફટાકડા ફોડી રોડ ને બાનમાં લેનાર આઠ બુલેટ જપ્ત કરી બુલેટમાં લાગેલા મોડિફાઈડ સાઈલન્સર કાઢી નાખવા તજવીજ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે આગામી દિવસોમાં પણ વાહન ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે. ખાસ કરીને મોડીફાઇડ સાયલન્સર લગાવેલા બુલેટ સહિત ધ્વનિ પ્રદૂષણ કરતા અન્ય વાહનો સામે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!