ભિલોડા તાલુકાના મંડલ માંથી પૂર્ણ ગણવેશમાં સંધના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
ગિરીશભાઈ દરજી દ્વારા ‘પંચ પરિવર્તન’ અને રાષ્ટ્રનિર્માણ પર પ્રેરણાદાયી બૌદ્ધિક અપાયું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભિલોડા તાલુકા દ્વારા સંઘના ગૌરવશાળી શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવ, ભવ્યાતિભવ્ય પથ સંચલન અને શસ્ત્રપૂજનનો વિશેષ કાર્યક્રમ એન.આર.એ. વિદ્યાલય પરીસરમાં ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિસભર વાતાવરણમાં યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે શિસ્તબદ્ધ પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોનું ભવ્ય પથ સંચલન નગરના મુખ્ય માર્ગો પરથી નીકળ્યું હતું, જેનું નગરજનોએ ભાવવિભોર થઈને સ્વાગત કર્યું હતું. જાહેર કાર્યક્રમમાં પ્રથમ વક્તા દ્વારા અને બાદમાં તમામ સ્વયંસેવકો દ્વારા વિધિવત્ રીતે શસ્ત્રપૂજન કર્યું હતું.
જાહેર કાર્યક્રમમાં પંકજભાઈ શર્મા દ્વારા અમૃત વચન, હસમુખભાઈ સોની દ્વારા વ્યક્તિગત ગીત રજૂ કરાયું હતું.મુખ્ય વક્તા ગિરીશભાઈ દરજી (ગાંધીનગર વિભાગ વ્યવસ્થા પ્રમુખ) એ રાષ્ટ્રભક્તિ, સંસ્કાર સિંચન અને સંઘના ‘પંચ પરિવર્તન’ સંકલ્પ પર પ્રેરણાદાયી બૌદ્ધિક આપ્યું હતું.
આ પ્રસંગે ભિલોડા તાલુકાના મંડળમાંથી પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો, ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કાર્યવાહ સુરજકુમાર પટેલ, સહતાલુકા કાર્યવાહ શ્યામજીભાઈ પ્રજાપતિ એ કાર્યક્રમ સફળ બનાવવા તાલુકાના સહુ કાર્યકર્તાઓનો સંપર્ક કરીને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.





