36.2 C
Gujarat
Wednesday, October 21, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસામાં ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ,ધુમાડા ગોટેગોટા દૂર સુધી...

અરવલ્લી : મોડાસામાં ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ,ધુમાડા ગોટેગોટા દૂર સુધી દેખાયા 

0

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ભરુંડા રોડ પર આવેલા ભંગારના મસમોટા ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ગણતરીની મિનિટમાં સ્થળ પર પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે જાનહાનિ ટળતા અને આગ આગળ પ્રસરતી અટકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગમાં ભંગારના ગોડાઉનમાં રાખેલો માલસામાન રાખ થઈ ગયો હતો

 

મોડાસા શહેરમાં ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગતા ગોડાઉનમાં રાખવામાં આવેલો સામાન આગની લપેટમાં આવી ગયો હતો અને બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો અંગે માહિતી પ્રાપ્ત થઈ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!