અમદાવાદ ઉદેપુર ને.હા.૪૮ પર શામળાજીની રતનપુર બોર્ડર પર વેણપુર ગામની સીમમાં આશીર્વાદ હોટલ ઉપર થોડા દિવસ અગાઉ રાત્રીના સુમારે ઘાતક હથિયારો સાથે હિંસક હુમલો કરનાર રોયલ ગેંગના મુખ્ય સૂત્રધાર જીતુ નિનામા સહિત ચાર આરોપીઓને શામળાજી પોલીસે દબોચી લઈ આ ગુન્હાના વધુ પાંચ આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પાંચ આરોપીઓ માંથી બે આરોપી સગીર હોવાનું જાણી પોલીસ ચોંકી ઉઠી હતી
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ
શામળાજી PI એસ.એસ.માલે આશીર્વાદ હોટલ પર ઘાતકી હુમલો કરનાર અસામાજીક તત્વોને ઝડપી પાડવા જુદી જુદી ટીમ બનાવી બાતમીદારો સક્રિય કરી અનેક સ્થળે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના દિવસોમાં હુમલાખોર આરોપી
૧)રાહુલ વિનોદ નિનામા (રહે,ચિત્રોડી-વિજયનગર),૨)દીપક કાળુ બોડાત (રહે,હાથિયા-ભિલોડા) અને ૩)અર્જુન ભરત મેણાત (રહે,શામળપુર) તેમજ કાયદાના સંઘર્ષના આવેલા બે બાળ કિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





