35.6 C
Gujarat
Saturday, October 24, 2026
Home Job અરવલ્લી : મોડાસા એમ.કે. શાહ લાટીવાળા પી.ટી.સી. કોલેજમાં સ્થાપના દિવસની ઉજવણી

અરવલ્લી : મોડાસા એમ.કે. શાહ લાટીવાળા પી.ટી.સી. કોલેજમાં સ્થાપના દિવસની ઉજવણી

0

એમ.કે. શાહ લાટીવાળા પી.ટી.સી. કોલેજ ખાતે કોલેજના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાયટનાં પ્રાચાર્ય રોઝલીન મેડમ, કોલેજના ભણી ગયેલા પૂર્વ તાલીમાર્થીઓ તથા પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. સંતોષ દેવકર સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેમણે કોલેજના સ્થાપના દિવસનું મહત્ત્વ સમજાવતાં પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને શિક્ષક બનવાની યાત્રામાં શિસ્ત, સમર્પણ, મહેનત અને સેવાભાવ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.

 

આ પ્રસંગે ડાયટનાં પ્રાચાર્ય રોઝલી મેડમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. સાથે જ કોલેજનાં પૂર્વ તાલીમાર્થીઓ કેનાબેન ઉપાધ્યાય, પ્રવિણસિંહ સોલંકી અને કૃષ્ણાબેન પંચાલ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ભૂતપૂર્વ તાલીમાર્થીઓએ પોતાના અભ્યાસકાળના અનુભવો અને વિચારો રજૂ કરી પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિક્ષક બનવાની પ્રક્રિયામાં જ્ઞાન, સંસ્કાર, જવાબદારી અને સતત શીખતા રહેવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમના સુંદર અને પ્રેરણાદાયી પ્રવચનોથી ઉપસ્થિત તાલીમાર્થીઓને નવી દિશા અને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.

 

કોલેજનો સ્થાપના દિવસ સંસ્થાની શૈક્ષણિક પરંપરા, મૂલ્યો અને સિદ્ધિઓને યાદ કરવાનો અવસર છે, જ્યારે પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો સ્વાગતોત્સવ તેમના ભાવિ શિક્ષકજીવનની નવી શરૂઆતનું પ્રતીક બન્યો હતો.

 

કાર્યક્રમના અંતે પ્રા. હિતેશભાઈ ચૌધરીએ આભારવિધિ કરી ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, ભૂતપૂર્વ તાલીમાર્થીઓ તથા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

કેવળ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ તથા પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી એ સ્થાપના દિવસની ઉજવણી અને પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!