33.6 C
Gujarat
Sunday, October 25, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા બાયપાસ રોડ XUV 700ના ચાલકે કાર ને બચાવવા જતા...

અરવલ્લી : મોડાસા બાયપાસ રોડ XUV 700ના ચાલકે કાર ને બચાવવા જતા નિયંત્રણ ગુમાવતા બોનેટનો કડુચલો

0

 

નવી નક્કોર XUV 700ના આગળના ભાગ ભુક્કો થઈ ગયો સદનસીબે ગાડીમાં સવાર લોકોનો આબાદ બચાવ

દેવાયત નગર સોસાયટી બહાર બાયપાસ રોડ પર બંને સાઈડ બમ્પ બનાવવામાં આવેની લોકમાંગ

 

મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલ દેવાયત નગર સોસાયટીમાં જવાનો વળાંક જોખમી હોવાથી અનેકવાર અકસ્માતની નાની મોટી ઘટનાઓ બનતી રહે છે દેવાયત નગર સોસાયટીમાં જોખમી વળાંકમાં અચાનક કાર હંકારી મૂકતા પેલેટ ચોકડીથી શામળાજી તરફ પસાર થતી XUV 700ના ચાલકે અકસ્માત ટાળવા બ્રેક મારતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોંગ સાઇડ ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો XUV 700ના બોનેટનો બુકડો બોલાઈ ગયો હતો અકસ્માતના પગલે લોકો ઉમટી પડ્યા હતા

મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલ દેવાયત નગર સોસાયટીના પ્રવેશ દ્વાર આગળ હાઇવે રોડ પર બનાવવામાં આવેલ કટ જોખમી હોવાથી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે રવિવારે બપોરના સુમારે પેલેટ ચોકડીથી શામળાજી તરફ પસાર થતી XUV 700 સામે શામળાજી રોડ તરફથી આવતા કાર ચાલકે અચાનક દેવાયત નગર સોસાયટી તરફ કાર વાળી દેતા XUV 700ના ચાલકની સતર્કતાથી ગંભીર અકસ્માત સર્જાતાં રહી ગયો હતો XUV 700ના ચાલકે કાર ને બચાવવા બ્રેક મારતા ગાડી પરથી નિયંત્રણ ગુમાવતા ગાડી રોગ સાઈડ રોડ બાજુમાં રહેલા સ્ટીલના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો સતત ટ્રક કન્ટેનરથી ધમધમતા રોડ પર XUV 700 ભારવાહક વાહન ની અડફેટથી બચાવ થતા અકસ્માતના પગલે દોડી આવેલ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!