35.2 C
Gujarat
Sunday, October 25, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : NO Drug’s કેમ્પેઈન સાથે નીકળેલ 10 રાજ્યોની પોલીસ બાઈક રેલીનું...

અરવલ્લી : NO Drug’s કેમ્પેઈન સાથે નીકળેલ 10 રાજ્યોની પોલીસ બાઈક રેલીનું શામળાજી બોર્ડર પર સ્વાગત

0

કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને લઈને બાઇક રેલીનું આગમન અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ગુજરાત બોર્ડર પર લેહ-લદ્દાખથી CFPCની બટાલિયન સહિત 10 રાજ્યોની પોલીસ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.200થી વધુ બાઇકો અને 400થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલાનું અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ખાતે ફૂલહાર પહેરાવી અને પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શામળાજી બોર્ડર પર સ્વાગત બાદ પોલીસ ટીમ શામળાજી મંદિર ખાતે પહોંચી હતી,જ્યાં અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા નશામુક્ત, સ્વસ્થ અને સુરક્ષિત ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે “ડ્રગ્સ છોડો, સ્વસ્થ જીવન પસંદ કરો” અને “ડ્રગ્સ નહીં, જીવનનો રસ્તો બનાવો” જેવા જાગૃતિ સંદેશાઓ દ્વારા લોકોને નશાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ દ્વારા બહારથી આવેલા મહેમાનોનું સ્વાગત કરી બાઇક રેલીને આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કરાવવામાં આવી હતી.રાષ્ટ્રીય એકતા, નશામુક્તિ અને સ્વસ્થ સમાજનો સંદેશ આપતી આ બાઇક રેલીના આગમનથી શામળાજી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!