ઈસરી પોલીસને ઉંઘતી રાખી LCBએ વડથલી નજીક દ્રિ ચક્રિય વાહનો પર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો
અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો અવનવા કિમીયા અપનાવી વિદેશી દારૂ ગાંધીના ગુજરાતમાં ઠાલવવા સતત પ્રયત્નશીલ રહે છે જીલ્લા પોલીસતંત્ર બાતમીદારો અને સઘન પેટ્રોલીંગ હાથધરી બુટલેગરોની દારૂની ખેપ નિષ્ફળ બનાવી રહી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં ત્રણ ઘણો વધુ નફો મળી રહેતા લવરમૂછિયાઓ અને સગીરો ગેરકાયદેસર ધંધામાં ઝંપલાવી રહ્યા છે
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ એમ. એચ. ઝાલા અને તેમની ટીમે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાનના કુંડલીના ઠેકા પરથી બુટલેગરો બે મોપેડ અને બે બાઈક પર કોથળા ભરી વિદેશી દારૂની ખેપ મારી વડથલીથી હનુમાન કંપા તરફ પસાર થવાના હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ સતર્ક બની વડથલી નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી દીધી હતી
રાજસ્થાન તરફથી બાતમી આધારિત બે બાઈક અને જયુપીટર શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા એલસીબીની ટીમે અટકાવવાનો પ્રયત્ન કરતાં બંને બાઈક અને મોપેડ પર પર રહેલા પાંચ બુટલેગરો રોડ પર વાહનો ઉભા રાખી દોટ લગાવતા પોલીસે પીછો કરી દબોચી લઇ કોથળામાં સંતાડેલ 1.12 લાખનો વિદેશી દારૂ અને બિયર ટીન 419 નંગ જપ્ત કરી બે મોપેડ બે બાઈક તેમજ મોબાઇલ મળી રૂ.3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
INBOX : પોલીસ પકડમાં આવેલા બુટલેગરો કોણ કોણ વાંચો..!!
1)લવકુશ નન્નુ સરોજ (રહે,ખમ્હા- યુપી)
2)ગોરધન સનસિંહ સોંલકી (રહે,ધોમ-સાઠબા)
3)સાગર સુરેશ પટેલ (રહે,હાથીગવા-યુપી)
4)અજય ફૂલા ઠાકોર (રહે,લીમ્બરવાડા,મહીસાગર)
5)મિથુન શ્રીરામનરેશ પટેલ (પલપ-યુપી)
INBOX : વોન્ટેડ બુટલેગરોના નામ વાંચો..!!
1)ગણપત વાલમ ઠાકોર (રહે,લીમ્બરવાડા,મહીસાગર)
2)રાજસ્થાન કુંડલીના ઠેકા વાળો
2)રાજસ્થાન કુંડલીના ઠેકા પર બેસતો માણસ





