31.4 C
Gujarat
Saturday, October 31, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : શામળાજી મંદિરમાં દિવ્યાંગજનો માટે ગરબાનું આયોજન, ભોજન પ્રસાદ સાથે ઉત્સાહભેર...

અરવલ્લી : શામળાજી મંદિરમાં દિવ્યાંગજનો માટે ગરબાનું આયોજન, ભોજન પ્રસાદ સાથે ઉત્સાહભેર ઉજવણી

0

અરવલ્લી જિલ્લા ફિઝિકલી હેન્ડીકેપ સંસ્થા, બુટાલ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ-બહેનોએ ગરબે ઘૂમી આનંદ વ્યક્ત કર્યો

યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં અરવલ્લી જિલ્લા ફિઝિકલી હેન્ડીકેપ સંસ્થા, બુટાલ દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દિવ્યાંગજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગરબાના તાલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ગુજરાત ગ્રામીણ બેંકના નિવૃત્ત મેનેજર પ્રદીપ સોલંકી તથા મનીષા જોષી દ્વારા ઉપસ્થિત તમામ દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ રિસર્ચની વિદ્યાર્થિનીઓ સુરતનાં દિવ્યા શુક્લા અને વલસાડનાં માનસીબહેને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ ભાઈ-બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

શામળાજી મંદિર ટ્રસ્ટ તેમજ મંદિરના મેનેજરશ્રી દ્વારા દિવ્યાંગજનો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા અરવલ્લી જિલ્લા ફિઝિકલી હેન્ડીકેપ સંસ્થા, બુટાલના માનદ મંત્રી વિનોદચંદ્ર, પ્રમુખ કરશનભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ જોષી, મેહુલભાઈ પટેલ, પ્રવીણભાઈ પરમાર અને સંજયભાઈ પ્રજાપતિએ જહેમત ઉઠાવી હતી. પોતે દિવ્યાંગ હોવા છતાં અડગ આત્મવિશ્વાસ, હિંમત અને મહેનતના બળે તેમણે સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

આ કાર્યક્રમ માત્ર ગરબાનું આયોજન નહીં, પરંતુ દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ, સમાનતા અને સામાજિક એકતાનો સંદેશ આપતો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!