28.7 C
Gujarat
Friday, October 30, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસા ન.પા.સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષી નેતા જી.આઈ.ખાલકે શહેરનો સમતોલ વિકાસ...

અરવલ્લી : મોડાસા ન.પા.સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષી નેતા જી.આઈ.ખાલકે શહેરનો સમતોલ વિકાસ કરવાની માંગ કરી

0

 

મોડાસા નગરપાલિકાના સભાખંડમાં શુક્રવારે સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી જેમાં ગત સામાન્ય સભા ના પ્રોસિડિંગની બહાલીમાં સર્વે નંબર 281માં કોંગ્રેસ પક્ષના
કોર્પોરેટરોએ જમીન સર્વે નંબર 13 (જૂનો) 1933 થી લઘુમતી સમાજ પાસે છે,જે પ્રમોલગેશનમાં અલગ અલગ સર્વે નંબર પડવાના કારણે અનેક પ્રશ્ન પેદા થતા તેમજ કામ નંબર 53 માં કલંદરી મસ્જીદથી પહાડપુરનો રોડ માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાસેથી નગરપાલિકા હસ્તક કરવા સરકારમાં દરખાસ્ત કરી રોડને વિકસવવામાં આવેની માંગ કરી હતી

મોડાસા નગરપાલિકાના કોંગ્રેસી કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા જી.આઈ.ખાલકે અને કોંગ્રેસી કોર્પોરેટરોએ મોડાસા નગરપાલિકા સમતોલ વિકાસ અને લઘુમતી વિભાગ ના મુખ્ય માર્ગો જેવા કે કૉલેજ રોડ, કલંદરી મસ્જિદ થી પહાડપુર રોડ, ભેરૂન્દ રોડ, સાહીન બાગ થી સદાકત થી બાગે નિશાત રોડ ને આઇકોનિક રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી

નગરપાલિકાના કર્મચારીઓની બાબતમાં સર્વાનુમત્તે ઠરાવ કરેલ છે, ત્રિમાસિક હિસાબ જુલાઈ – 2026 થી સપ્ટેમ્બર- 2026 સુધી હિંસાબ માં કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોએ વિરોધ દર્શાવ્યો છે. તેમજ મોડાસા નગરમાં કરવામાં આવતા વિવિધ કામો અંગે પારદર્શકતા અને ગુણવત્તાયુકત બાબતો ઉપર ભાર મુકવામાં આવ્યો હતો અને નગર માં બનાવવામાં આવેલ રસ્તાઓ અંગે જે રજૂઆતો મળી છે તેમાં રજૂઆતો ને આધારે કાર્યવાહી કરવાની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!