23.5 C
Gujarat
Friday, November 6, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જીલ્લામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના ૬૫ નમૂના...

અરવલ્લી : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જીલ્લામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના ૬૫ નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા

0

 

અરવલ્લી જીલ્લામાં દિવાળી પર્વને પગલે ઠેર ઠેર મીઠાઈઓ , નમકીન અને ખાદ્ય પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જીલ્લામાં લેભાગુ વેપારીઓ નકલી માવાની મીઠાઈઓ અને વારંવાર ઉકાળેલા તેલમાં બનાવેલ નમકીન અને અન્ય ખાદ્ય પદાર્થોનું બેરોકટોક વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર સક્રિય બની જીલ્લામાં તપાસનો દોર હાથધર્યો છે

 

અરવલ્લી જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી બી. એમ.ગણાવાના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે જીલ્લાના તાલુકા મથકોએ દિવાળી પર્વના તહેવારને અનુલક્ષી
મોડાસા-૨૧,મેઘરજ -૮અને બાયડ-૧૨,ધનસુરા-૬,ભિલોડા – ૧૮ તાલુકામાંથી મીઠાઈ ફરસાણ ,ઘી,ખાદ્યતેલ વિગેરે ના ૬૫ નમૂના લઈ તપાસ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા સેમ્પલનો રિપોર્ટ માટે ૧૪ દિવસ સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાહ જોવી પડશે રિપોર્ટમાં ભેળસેળ ધરાવતા સેમ્પલ મળી આવશે તો જે તે વેપારી સામે દંડાત્મક અને કોર્ટ રાહે કાર્યવાહી હાથધરવામાં આવશે જોકે લોકો અખાદ્ય પદાર્થો પેટમાં પધરાવી જશે પછી રિપોર્ટ આવશે તેનો કોઈ અર્થ રહેતો ન હોવાનું જાગૃત નાગરિકોએ હૈયા વરાળ ઠાલવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!