24.8 C
Gujarat
Wednesday, November 18, 2026
Home આપના કામની વાત Aap Na Kaam Ni Vaat અરવલ્લી : વિજતંત્રની ઘોર બેદરકારી, અમલાઈ ગામમાં ખેતરમાં વીજ તારમાંથી કરંટ ઉતરતા...

અરવલ્લી : વિજતંત્રની ઘોર બેદરકારી, અમલાઈ ગામમાં ખેતરમાં વીજ તારમાંથી કરંટ ઉતરતા ખેડૂતનું વીજકરંટથી મોત

0
Screenshot

 

ગુજરાતમાં વીજકરંટથી અનેક ખેડૂતો મોતને ભેટી ચૂક્યા છે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના અમલાઈ ગામમાં ખેતરમાં કામકાજ કરતા ખેડૂત વીજપોલના અર્થિંગનો તાર લબડતો હોવાથી અકસ્માતે અડકી જતા ખેડૂતને વીજકરંટ લાગતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ખેડૂતનું વીજકરંટથી મોત નિપજતા વીજકર્મીઓ સ્થળ પર દોડી પહોંચી વીજ પ્રવાહ અટકાવી દઈ સમારકામ હાથધર્યું હતું મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક ખેડૂતની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા તાલુકાના અમલાઈ ગામના કનકાજી અભુભાઈ ખાંટ ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે ખેતર નજીક આવેલા વીજપોલના અર્થિંગના તારમાંથી વીજકરંટ ઉતરતા વીજકરંટથી અજાણ વિજપોલ નજીક ખેતીકામ કરવા દરમિયાન અકસ્માતે અર્થિંગના તારને અડકી જતા ખેડૂતને વીજ કરંટનો ઝટકો લાગતા વીજપોલથી દૂર ફેંકાઈ ગયા હતા વીજપ્રવાહ શરીરના ઉતરી જતા ખેડૂતનું સ્થળ પર પ્રાણ પંખેરું ઉડી ગયું હતું વીજકરંટની ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા પરિવારજનો ભારે આક્રંદ કરતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી વીજતંત્રની બેદરકારી ને પગલે ખેડૂતનું મોત નિપજતા લોકોમાં ભારે રોષ છવાયો હતો

અમલાઈ ગામમાં આશાસ્પદ ખેડૂતનું વીજતંત્રની લાપરવાહીને પગલે કરંટથી મોત નિપજતા વીજકર્મીઓ સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને વીજપ્રવાહ બંધ કરી દીધો હતો વીજકર્મીએ વીજપોલના અર્થિંગના તારમાંથી વીજકરંટ ઉતરતો હોવાનો એકરાર કર્યો હોવાનું ઘટનાસ્થળે હાજર ખેડૂતોએ અને લોકોએ જણાવ્યું હતું મોડાસા રૂરલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોડાસા સરકારી દવાખાને ખસેડી અકસ્માતે મોતની જાણવાજોગ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!