અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગેસ્ટ હાઉસ , રહેણાંક વિસ્તારો અને મસાજ પાર્લરમાં ચાલતા ગેરકાયદેસર દેહવેપારના વેપલાના ચક્રવ્યૂહ ને ભેદવા કમરકસી છે મોડાસા ના બાજકોટ વિસ્તારમાં ઘરમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી ઘરમાલિક અને યુવતીઓને બહારથી બોલાવી દેહવેપાર કરાવતી પીપરાણા ગામની મહિલા દલાલને દબોચી લીધા હતા જીલ્લા સેવાસદન રોડ પર આવેલ ઘર આગળ દેવકૃપા હોટલ નું બોર્ડ લટકાવી વર્ષોથી દેહવેપારનો વેપલો ચાલી રહ્યો હતો
મોડાસા શહેરના બાજકોટ ગામના જીલ્લા સેવાસદન રોડ પર આવેલા દેવરાજ સર્કલ પાસે ઘરની બહાર દેવકૃપા હોટલનું બોર્ડ લટકાવી મકાનમાલિક સુરેશ પૂજાજી ખાંટ કૂટણખાનું ચલાવતો હોવાની બાતમી એએચટીયુ શાખાને મળતા ડમી ગ્રાહકો મોકલી ઘરમાં ચાલતા દેહવેપારના વેપલાનો પર્દાફાશ કરી યુવતીઓને દેહવેપાર માટે લાવતી દલાલ મહિલા ઉષા ઉર્ફે તારા રાઠોડને ઝડપી લઈ દેહવેપાર માટે ઘરમાં રાખેલી બે યુવતીઓને ઝડપી લીધી હતી મહિલા દલાલ ગ્રાહકો પાસેથી એક હજારથી પંદરશો રૂપિયા લઈ દેહવેપાર માટે મજબૂર યુવતીઓને પાંચસો રૂપિયા ગ્રાહકદીઠ આપતી હતી અને ઘર માલિક સુરેશ ખાંટને ત્રણસો રૂપિયા આપતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
અરવલ્લી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સુરેશ પુંજાજી ખાંટ (રહે,બાજકોટ) અને ઉષા ઉર્ફે તારા વિક્રમસિંહ રાઠોડ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





